Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ક્રિતી અને પ્રભાસ છે પ્રેમમાં?

ક્રિતી અને પ્રભાસ છે પ્રેમમાં?

29 November, 2022 03:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનના સેટ પર શોના જજ કરણ જોહરે વરુણને પૂછ્યું

પ્રભાસ અને ક્રિતી સૅનન

પ્રભાસ અને ક્રિતી સૅનન


ક્રિતી સૅનન અને પ્રભાસ પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. આ વાતનો ખુલાસો વરુણ ધવને કર્યો છે. જોકે વરુણે એ નથી જણાવ્યું કે ક્રિતી કોની સાથે રિલેશનમાં છે, પરંતુ આડકતરી રીતે ઇશારો કરી દીધો છે કે ક્રિતી કોઈકના પ્રેમમાં છે. ક્રિતી અને પ્રભાસ ‘આદિપુરુષ’માં સાથે કામ કરી રહ્યાં છે એથી સેટ પર તેમની વચ્ચે નિકટતા આવી હોવાની શક્યતા છે. જોકે બેમાંથી કોઈએ એ વિશે ફોડ નથી પાડ્યો. હાલમાં ‘ઝલક દિખલા જા’ની ૧૦મી સીઝનના સેટ પર શોના જજ કરણ જોહરે વરુણને પૂછ્યું કે ‘બૉલીવુડમાં સૌથી વધુ એલિજિબલ સિંગલ મહિલા કોણ છે?’ એના જવાબમાં વરુણે ક્રિતીનું નામ ન લીધું એથી કરણે પૂછ્યું કે ‘ક્રિતીનું નામ ન લેવાનું કારણ શું છે?’ ત્યારે વરુણે કહ્યું, ‘ક્રિતીનું નામ એટલા માટે ન લીધું, કેમ કે ક્રિતીનું નામ પહેલેથી જ કોઈકના દિલમાં સમાયેલું છે. એક વ્યક્તિ છે જે મુંબઈમાં નથી. તે હાલમાં દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK