વરુણ ધવને કલંકનો પ્લૉટ એક બુક પરથી લેવામાં આવ્યો હોવાની વાતને ફગાવી
વરુણ ધવન
‘કલંક’નો પ્લૉટ એક બુકમાંથી કૉપી કરવામાં આવ્યો હોવાની વાતને વરુણ ધવને નકારી દીધી છે. એવી ચર્ચા છે કે સુહાના સિંહ બલ્દવિનનું પુસ્તક ‘વૉટ ધ બૉડી રિમેમ્બર્સ’માંથી ‘કલંક’નો પ્લૉટ કૉપી કરવામાં આવ્યો છે. જોકે વરુણનું કહેવું છે કે ફિલ્મ અને બુકમાં કોઈ સમાનતા નથી. ફિલ્મનો પ્લૉટ બુક સાથે મળતો આવે છે એ વિશે પૂછતાં વરુણે કહ્યું હતું કે ‘મેં એ બુક નથી વાંચી. એ વિશે હું કંઈ જાણતો પણ નથી. જોકે હું નથી માનતો કે બન્નેની સ્ટોરી એકસમાન હોય, કારણ કે અમે ફિલ્મના પ્રોમોમાં મુખ્ય પ્લૉટ વિશે ખુલાસો નથી કર્યો. હા, એમાં એક લવ સ્ટોરી છે, પરંતુ ફિલ્મમાં એના કરતાં પણ ઘણું દેખાડવામાં આવશે. લોકો જ્યારે આ ફિલ્મ જોશે ત્યારે તેમને એનો અહેસાસ થશે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કરણ પાસે આ સ્ટોરી ઘણા સમયથી હતી અને તેની ઇચ્છા મને આ ફિલ્મમાં લેવાની હતી. કૅરૅક્ટરના નામ વિશે તો હું નથી જાણતો, એ એક સંયોગ બની શકે છે. કોઈ એટલા તો મૂર્ખ ન હોય. જો તે કોઈ વસ્તુની કૉપી કરતા હોય તો તે નામ જરૂર બદલશે. કોઈ નામ શું કામ સમાન જરહેવા દે?’
સ્ત્રી ૨માં કામ કરવાની અફવાને ફગાવી વરુણ ધવને
ADVERTISEMENT
‘સ્ત્રી ૨’માં કામ કરવાની વાતને એક અફવા ગણાવીને વરુણ ધવને એેને રદિયો આપ્યો છે. રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ‘સ્ત્રી’ ૨૦૧૮ની ૩૧ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ખૂબ ધમાલ મચાવી હતી. આ હૉરર-કૉમેડીને અમર કૌશિકે ડિરેક્ટ કરી હતી અને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી હતી.
આ પણ વાંચો : મને આપમેળે દેશભક્તિવાળી ફિલ્મો મળે છે, હું એ ડિઝાઇન નથી કરતો : જૉન
ફિલ્મની સીક્વલ બનાવવાની ચર્ચા ચાલી રહી છે, જેમાં વરુણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે એ વાતે વેગ પકડ્યો છે. આ વિશે વરુણને પૂછવામાં આવતાં તેણે એ તમામ અટકળો પર વિરામ લગાવવાનું કામ કરતાં કહ્યું હતું કે આ વાત ખોટી છે.