Varun Dhawan Wedding: લગ્નના વેન્યૂ પર પહોંચ્યા આ સિતારા, જુઓ તસવીરો
તસવીર સૌજન્ય જાગરણ
ફિલ્મ અબિનેતા વરુણ ધવનના લગ્નમાં સ્કૂલની મિત્ર ઝોયા મોરાની અને અન્ય મિત્રો ટીમ વીર અને ટીમ હમ્ટીની ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા. આ અવસરે મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ સ્પૉટ કરવામાં આવ્યા. ઘણો સમય રાહ જોયા પછી વરુણ ધવન પોતાની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન કરી રહ્યો છે. આ અવસરે વરુણની સ્કૂલ ફ્રેન્ડ ઝોયા મોરાની પણ વિવાહ સ્થળે સ્પૉટ કરવામાં આવ્યા.
ઇન્સ્ટાગ્રામ પર તેમની તસવીરો વાયરલ થઈ રહી છે. ઝોયા મોરાનીએ ટીમ વીરનો શર્ટ પહેર્યો છે. તો વરુણ ધવનના અન્ય મિત્રોએ ટીમ હમ્ટીના ટીશર્ટ પહેર્યા હતા. તો લગ્ન કરાવનાર પંડિત પણ 12.30ના પહોંચી ગયા અને લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. બધા માટે વાઇટ કલરના ટી-શર્ટ છાપવામાં આવ્યા. આમાં ઑરેન્જ કલરમાં કોટ છાપવામાં આવ્યા છે અને તેમના મિત્ર લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કંઇક રસપ્રદ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.
ADVERTISEMENT
View this post on Instagram
વરુણ ધવનના લગ્ન લગભગ 4:00 વાગ્યે થવાની હતી. આ અવસરે ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા અને કરણ જોહર પણ જોવા મળ્યા. મનીષ મલ્હોત્રાએ બ્લેક કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો છે. તો કરણ જોહર પણ ગેટવે ઑફ ઇન્ડિયા પર અલીબાગ માટે નીકળતા સ્પૉટ કરવામાં આવ્યા.
View this post on Instagram
વરુણ ધવન પોતાના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. વરુણ ધવન નતાશા દલાલને બાળપણથી જાણે છે. બન્ને એક સાથે સ્કૂલમાં ભણ્યા છે. બન્નેની મિત્રતા ખૂબ જ ઊંડી છે.
View this post on Instagram
વરુણ ધવન બૉલીવુડ અભિનેતા છે અને તે અનેક ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તેમની ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખૂબ જ લોકપ્રિય થાય છે. વરુણ ધવનની છેલ્લી ફિલ્મ કુલી નંબર 1 હતી. આ ફિલ્મમાં તેના સિવાય સારા અલી ખાનની મુખ્ય ભૂમિકા હતી. વરુણ લગ્ન પછી 15 દિવસો માટે હનીમૂન માટે જવાના છે.

