આલિયાએ ગયા વર્ષે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘ડાર્લિંગ્સ’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘RRR’માં કામ કર્યું હતું.
આલિયા ભટ્ટ અને વરુણ ધવન
આલિયા ભટ્ટ અને વરુણ ધવને ઝી સિને અવૉર્ડ્સ ૨૦૨૩ની જાહેરાત કરી છે. આલિયાએ ગયા વર્ષે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ‘ડાર્લિંગ્સ’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘RRR’માં કામ કર્યું હતું. આ વિશે વાત કરતાં આલિયાએ કહ્યું કે ‘મને ખુશી છે કે હું ૨૦૨૩ના ઝી સિને અવૉર્ડ્સની જાહેરાત કરી રહી છું. સ્ટેજ પર પર્ફોર્મ કર્યાને ઘણો લાંબો સમય થઈ ગયો છે. ૨૦૨૨નું વર્ષ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ રહ્યું છે. ઝી સિને અવૉર્ડ્સમાં મારાં હિટ સૉન્ગ્સ પર પર્ફોર્મ કરવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું.’
આ પણ વાંચો : રણબીર-આલિયાએ કર્યું ‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોનું બહુમાન
ADVERTISEMENT
‘જુગ જુગ જિયો’ અને ‘ભેડિયા’માં કામ કરનાર વરુણે કહ્યું કે ‘કિયારા સાથેનો પર્ફોર્મન્સ હોય કે પછી ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘જુડવા 2’ માટેના અવૉર્ડ્સ, મારા માટે ઝી સિને અવૉર્ડ્સ ખૂબ જ સ્પેશ્યલ રહ્યા છે. ૨૦૨૨નું વર્ષ મારા માટે ખૂબ જ સારું રહ્યું હતું અને મારા પર્ફોર્મન્સને લોકો ખૂબ જ પસંદ કરશે.’