Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દશેરાના અવસરે `ગદર` ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યું `વનવાસ`નું એલાન, બતાવશે કળયુગનું `રામાયણ`

દશેરાના અવસરે `ગદર` ડાયરેક્ટર અનિલ શર્માએ કર્યું `વનવાસ`નું એલાન, બતાવશે કળયુગનું `રામાયણ`

Published : 12 October, 2024 06:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vanvaas: `ગદર ૨` પછી ઝી સ્ટુડિયો અને અનિલ શર્માએ તેમની આગામી ફિલ્મ `વનવાસ`ની જાહેરાત કરી, વાર્તા ફરજ અને સન્માન પર આધારિત

`વનવાસ`ની ઝલક

`વનવાસ`ની ઝલક


`ગદરઃ એક પ્રેમ કથા` (Gadar: Ek Prem Katha) અને `ગદર ૨` (Gadar 2`) જેવી બ્લોકબસ્ટર ફિલ્મો માટે જાણીતા ઝી સ્ટુડિયોસ (Zee Studios) અને દિગ્દર્શક અનિલ શર્મા (Anil Sharma)એ દશેરા (Dussehra 2024)ના અવસર પર તેમની નવી ફિલ્મ (Upcoming Film)ની જાહેરાત કરી છે. બંને સાથે ફરી એકવાર `વનવાસ` (Vanvaas) નામની ભવ્ય ફિલ્મ લઈને આવી રહ્યા છે.


`ગદર ૨`ની જોરદાર સફળતા બાદ ડિરેક્ટર અનિલ શર્માએ પોતાની આગામી ફિલ્મ `વનવાસ`ની જાહેરાત કરી છે. આ સાથે નિર્માતાઓએ એક રસપ્રદ વાર્તાની ઝલક પણ બતાવી છે. તેને જોતાં એવું લાગે છે કે તે જૂની વાર્તાથી પ્રેરિત છે.



અનિલ શર્મા દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત `વનવાસ` વિશે નિર્માતાઓએ હજુ વધુ વિગતો આપી નથી. કાસ્ટ કે રિલીઝ ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલું જ કહ્યું કે તે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. પણ કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં દિગ્દર્શક અનિલ શર્માનો દીકરો ઉત્કર્ષ શર્મા (Utkarsh Sharma) મહત્વની ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં નાના પાટેકર (Nana Patekar), સિમરત કૌર (Simrat Kaur), રાજપાલ યાદવ (Rajpal Yadav), ખુશબુ સુંદર (Khushboo Sundar) મહત્વની ભૂમિકામાં છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee Studios (@zeestudiosofficial)


`વનવાસ`ની જાહેરાતનો વીડિયો શેર કરતી વખતે, નિર્માતાઓએ લખ્યું, ‘આપણા પોતાના પ્રિયજનોને આપીએ છીએ: વનવાસ’. ફર્સ્ટ લૂક વીડિયોમાં બરફથી ઢંકાયેલા પહાડો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સંભળાય છે. તેમાં રામ રામ ગીત પણ છે. આ વીડિયો પરથી લાગે છે કે, અનિલ શર્મા કળયુગનું `રામાયણ` દેખાડશે આ ફિલ્મમાં.

`વનવાસ` વિશે વાત કરતાં દિગ્દર્શક અનિલ શર્માએ કહ્યું, રામાયણ અને વનવાસ એક અલગ વાર્તા છે જ્યાં બાળકો તેમના માતા-પિતાને વનવાસ મોકલે છે. કળયુગની રામાયણમાં તો પોતાના જ પોતાને વનવાસ મોકલે છે.

ઝી સ્ટુડિયોના ચીફ બિઝનેસ ઓફિસર ઉમેશ કુમાર બંસલ (Umesh Kumar Bansal)એ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે તેને મહાકાવ્ય કહાણી ગણાવી. તેમણે જણાવ્યું કે, આ ફિલ્મ બાળકો અને તેમના માતા-પિતા વચ્ચેના આધુનિક સંબંધોને કેવી રીતે એક નવો પરિપ્રેક્ષ્ય રજૂ કરશે. વનવાસ એ કળયુગની રામાયણ છે એમ કહેવું યોગ્ય રહેશે.

અનિલ શર્માએ `ગદરઃ એક પ્રેમ કથા` અને `ગદર ૨`, ‘ધ હીરો: લવ સ્ટોરી ઓફ અ સ્પાય’, ‘અપને’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. હવે જ્યારે તેની આગામી ફિલ્મની જાહેરાતનો વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે, ત્યારે દર્શકોમાં ઉત્સાહ વધી ગયો છે અને ફિલ્મની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

નોંધનીય છે કે, અનિલ શર્મા દ્વારા લિખિત, નિર્મિત અને દિગ્દર્શિત ફિલ્મ ‘વનવાસ’ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મને ઝી સ્ટુડિયો દ્વારા વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2024 06:04 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK