બૉલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી તાજેતરમાં જ ગુજરાતમાં ફેકલ્ટી ઑફ પર્ફૉર્મિંગ આર્ટ્સ એકેડમીના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન અભિનેતાએ પોતાના શરૂઆતના દિવસોને યાદ કરીને અનેક કિસ્સાઓ શૅર કર્યો.
નવાઝુદ્દીન સિદ્દીકી (ફાઈલ તસવીર)
બૉલિવૂડ (Bollywood) એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી (Nawazuddin Siddiqui) તાજેતરમાં જ ગુજરાતમાં ફેકલ્ટી ઑફ પર્ફૉર્મિંગ આર્ટ્સ એકેડમીના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન અભિનેતાએ પોતાના શરૂઆતના દિવસોને યાદ કરીને અનેક કિસ્સાઓ શૅર કર્યો. પોતે નવાઝુદ્દીન સિદ્દિકીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાનો એક વીડિયો શૅર કર્યો છે.
આર્ટ્સ એકેડેમી પહોંચ્યા નવાઝ
બૉલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી પોતાના હૂનર દ્વારા ઈન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવી ચૂક્યા છે. એક્ટર આજે ભલે મેઇન સ્ટ્રીમ એક્ટર તરીકે મોટા બજેટની ફિલ્મો ઓછી કરી રહ્યા હોય પણ તે પોતાની દરેક ફિલ્મ દ્વારા દર્શકોને થિયેટર સુધી આકર્ષવમાં સફળ નીવડે છે. પોતાની આ પ્રતિભાને જોતા લોકો તેમના ફેન બને છે. આજે એ જ નવાઝુદ્દિન સિદ્દિકીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે આ બધું ક્યાંથી શરૂ થયું. તાજેતરમાં જ, એક્ટર ગુજરાતમાં પોતાના ફેકલ્ટી ઑફ પરફૉર્મિંગ આર્ટ્સ એકેડેમીના પ્રવાસે ગયા હતા. આ એ જ જગ્યા છે જ્યાંથી આ બધી વસ્તુઓની શરૂઆત થઈ. એક્ટરે આ વીડિયો શૅર કરતા ખાસ્સું મોટું કૅપ્શન પણ આપ્યું છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો ભાવુક વીડિયો
આ વીડિયોમાં ત્યાં હાજર ફેકલ્ટી મેમ્બર, વિદ્યાર્થીઓ અને તમામ લોકો સાથે પોતાના જૂના દિવસોના કિસ્સાઓને વાગોળતા જોવા મળ્યા. વીડિયોમાં તેમને મળતી વખતે લોકો ભાવુક પણ થયા અને કેટલાક તો રડી પણ પડ્યા આ બધાનો કોલાજ વીડિયો એક્ટરે પોતાની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર શૅર કર્યું છે. એક્ટરે પહેલા તો એકેડેમીની ગલીઓમાંથી પસાર થતા તે દરેક ક્ષણ જીવી જે તેમણે પહેલા પણ એક સમયે આ એકેડેમીમાં પસાર કરી હતી.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર આ કૉલાજવાળો વીડિયો શૅર કરવાની સાથે તેમણે એક સુંદર ભાવુક નોટ કૅપ્શનરૂપે પણ શૅર કરી છે જેમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ લખ્યું છે કે, એક જન્મભૂમિ, એક કર્મભૂમિ અને એક કર્મને જન્મઆપનારી ભૂમિ- ગુજરાત! એક સામાન્ય એવા વિજ્ઞાનના વિદ્યાર્થીની અંદરના આર્ટિસ્ટને જગાડનાર અને રંગમંચની દુનિયા સાથે જોડનાર શહેર- વડોદરા! આ એક એવી જગ્યા છે જ્યાં મેં મારું પહેલું નાટક ભજવ્યું હતું. આ એક એવી જગ્યા છે જ્યાં બધું શરૂ થયું. ખૂબ ખૂબ આભાર...
આ પણ વાંચો : ગૂગલ પર સર્ચ કર્યું How to Hang!દિલ્હી મેટ્રોના સુપરવાઈઝરે કતલ કરીને કર્યો આપઘાત
આ ભાવુક નોટ બાદ અનેક લોકોએ કોમેન્ટ્સ કરી છે જેમાં કોઈકે લખ્યું છે આ જ કારણસર વડોદરાને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે. તો અન્ય કેટલાકે કોમેન્ટમાં લખ્યું છે કે તેઓ પણ આ કૉલેજના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેમને અહીં ભણવાનો, પરફૉર્મ કરવાનો ગર્વ છે.