હાલમાં દેશમાં કોરોનાના કેસ અનેકગણા વધી ગયા છે
ડેઇઝી શાહ
ડેઇઝી શાહ કહે છે કે કોરોનાને હરાવવો હોય તો વૅક્સિનેશન જ સચોટ શસ્ત્ર છે. હાલમાં દેશમાં કોરોનાના કેસ અનેકગણા વધી ગયા છે. તો બીજી તરફ લોકોને વૅક્સિન પણ આપવામાં આવી રહી છે. અનેક સેલિબ્રિટીઝે વૅક્સિન લીધી છે. તેઓ લોકોને પણ વૅક્સિન લેવા માટે પ્રેરિત કરે છે. વૅક્સિનની અગત્ય પર ભાર મૂકતાં ડેઇઝી શાહે કહ્યું હતું કે ‘વૅક્સિન આપવાનું અભિયાન એટલા માટે શરૂ કરવામાં આવ્યું કે આ વાઇરસ અને કોરોનાને મહાત આપી શકાય. આ જ એક ઉપાય છે કે જેનાથી આપણે સલામત રહી શકીએ છીએ. લોકો આ વાઇરસનો ભોગ તો બને છે, પરંતુ વૅક્સિન લેવાથી એની અસર ઘટે છે અને અન્યને એનું સંક્રમણ લાગવાની શક્યતા પણ ઓછી થાય છે. કોવિડ-19 ને ખતમ કરવા માટે આ જ એક કારગર ઉપાય છે. સાથે જ આપણે પૂરા વિશ્વમાં પણ વૅક્સિનેશન અભિયાનને પ્રોત્સાહન આપવું જોઈએ.’

