આયુષ્માન ખુરાના સાથે રોમૅન્સ કરતી જોવા મળશે વાણી કપૂર
અભિષેક કપૂરની આગામી ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને વાણી કપૂરની જોડી જોવા મળવાની છે. આ વર્ષે ઑક્ટોબરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. એનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. ફિલ્મમાં આયુષ્માન ક્રૉસ-ફંક્શનલ ઍથ્લીટની ભૂમિકામાં જોવા મળશે. એના માટે તેને ફિઝિકલ ટ્રાન્સફૉર્મેશનની સખત ટ્રેઇનિંગ લેવી પડશે. વાણી કપૂરની પ્રશંસા કરતાં અભિષેક કપૂરે કહ્યું હતું કે ‘મારા મત પ્રમાણે ‘બેફિકરે’માં વાણી અદ્ભુત હતી. તે સુંદર અને કામ પ્રતિ સમર્પિત ઍક્ટર છે. વાણી અને આયુષ્માનને ફિલ્મમાં લઈને હું ખૂબ ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે તેમની જોડી રોમાંચિત કરશે.’
2021માં રિલીઝ થનારી ફિલ્મ વિશે વાણીએ કહ્યું હતું કે ‘આ ખૂબ જ સારી દિલને પીગળાવનારી ફિલ્મ રહેશે. હું હંમેશાંથી અભિષેક કપૂર સાથે કામ કરવા માગતી હતી. તેની ફિલ્મો પ્રેરણા આપે છે. હું ખુશ છું કે તેમના વિઝનનો ભાગ બનવાની મને તક મળી છે. આયુષ્માન અમારી જનરેશનનો ટૅલન્ટેડ ઍક્ટર છે. અમારી જોડીની પહેલી ફિલ્મની આટલી સુંદર સ્ટોરી હોવાથી હું ખૂબ ઉત્સાહિત છું.’

