Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળ્યો રજનીકાન્ત

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળ્યો રજનીકાન્ત

Published : 20 August, 2023 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સુપરસ્ટાર રજનીકાન્તે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી હતી.

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળ્યો રજનીકાન્ત

ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળ્યો રજનીકાન્ત


સુપરસ્ટાર રજનીકાન્તે ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ તેમણે ઝારખંડના ગવર્નર સી. પી. રાધાક્રિષ્નન સાથે રાંચીમાં મુલાકાત કરી હતી. હાલમાં જ તેઓ હિમાચલ પ્રદેશની યાત્રાથી પાછા ફર્યા છે. આનંદીબહેન પટેલ સાથે મુલાકાતનો ફોટો X પર શૅર કરીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલના ઑફિશ્યલ હૅન્ડલ પરથી હિન્દીમાં પોસ્ટ કરવામાં આવ્યું કે ‘પ્રદેશનાં રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલ સાથે રાજભવનમાં પ્રસિદ્ધ અભિનેતા તથા ડિરેક્ટર શ્રી રજનીકાન્ત સાથે શિષ્ટાચાર મુલાકાત કરવામાં આવી હતી.’
રજનીકાન્તની ‘જેલર’ લોકોને ખૂબ ગમી રહી છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ પણ ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મનું સ્ક્રીનિંગ લખનઉમાં થવાનું છે. આ ફિલ્મ જોવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહેવાના છે. એ વિશે રજનીકાન્તે કહ્યું કે હા, હું તેમની સાથે મારી ફિલ્મ ‘જેલર’ જોવાનો છું. ફિલ્મને જે પ્રકારે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે એને જોઈને તેમણે જણાવ્યું કે ‘સબ ભગવાન કી દુઆ હૈ.’’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2023 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK