પોતાના જન્મદિવસે ઉષા મંગેશકરે એક ગાયિકા તરીકે પોતાની શરૂઆત, સંગીતના મશીનીકરણ અને ફિલ્મી ગીતોથી લુપ્ત થતી સંગીતની આત્મા વિશે પોતાનો મત સ્પષ્ટતાથી રજૂ કર્યો.
Usha Mangeshkar B`day
ઊષા મંગેશકર (ફાઈલ તસવીર)
પાર્શ્વગાયિકા ઉષા મંગેશકર (Usha Mangeshkar) વિશે ખૂબ જ ઓછા લોકો એવું જાણે છે કે ગાવું એ તેમનો પહેલો પ્રેમ ક્યારેય હતો જ નહીં, તે તો ચિત્રકાર બનવા માગતી હતી. `દીદી` લતા મંગેશકરના (Lata Mangeshkar) કહેવા પર તેઓ ગાયન ક્ષેત્રમાં આવ્યા અને તેમના ભક્તિ ગીત `મૈં તો આરતી ઉતારૂં રે સંતોષી માતા કી` (Mai to aarti utaru re) હિન્દી સિનેમાના ગીતોમાં કાળજયી દરજ્જો હાંસલ કરી લીધો. કોઈપણ પ્રચાર પ્રસાર વગર રિલીઝ થયેલી ફિલ્મ `જય સંતોષી મા` (Jay Santoshi Maa) એટલી લોકપ્રિય થઈ કે લતા મંગેશકરે (Lata Mangeshkar) આને જોવાની ઈચ્છા વ્યક્ત કરી, અને તેમના માટે ઘરે જ આ ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી. પોતાના જન્મદિવસે `અમર ઉજાલા` સાથે વાત કરતા ઉષા મંગેશકરે એક ગાયિકા તરીકે પોતાની શરૂઆત, સંગીતના મશીનીકરણ અને ફિલ્મી ગીતોથી લુપ્ત થતી સંગીતની આત્મા વિશે પોતાનો મત સ્પષ્ટતાથી રજૂ કર્યો.
`જય સંતોષી મા`નું ગીત "મૈં તો આરતી ઉતારું રે" આજે પણ ખૂબ જ લોકપ્રિય છે, આ ફિલ્મ જોયા પછી લોકોએ શુક્રવારનું વ્રત રાખવાનું શરૂ કરી દીધું હતું, તમારા જીવનમાં આ ફિલ્મ બાદ કોઈ ફેરફાર આવ્યો કે?
એવો કંઇ રહેવા કરવામાં કે મારા ગાયનમાં તો ફેરફાર નથી આવ્યો. રસપ્રદ વાત એ હતી કે પહેલા કોઈ સંતોષી માતાનું વ્રત નહોતા કરતા અને ન તો મેં આ વિશે સાંભળ્યું હતું. ફિલ્મ રિલીઝ બાદ સંતોષી માતામાં લોકોને અતૂટ વિશ્વાસ થઈ ગયો. બધા નવા લોકોએ મળીને ફિલ્મ બનાવી અને બધાની જાણે કિસ્મત જ બદલાઈ ગઈ. ફિલ્મને એટલી સફળતા મળી કે કોઈ ફિલ્મ આટલી સફળ થતી નથી જોઈ. હું કંઈ `દીદી` (લતા મંગેશકર) કે પછી આશા (ભોંસલે) જેટલી મોટી ગાયિકા નથી પણ હું મારી જગ્યાએ બરાબર છું.
ADVERTISEMENT
એવા કયા ગીતો છે જે તમારા હૃદયની ખૂબ નજીક છે અને જેને તમે વારંવાર સાંભળો છો?
હું મારું કોઈ ગીત સાંભળતી નથી કારણ કે ગીતો સાંભળ્યા પછી મને લાગે છે કે હું તેને વધુ સારી રીતે ગાઈ શકી હોત. ઘણા લોકો એવું વિચારે છે. દીદીને પણ એવું જ લાગ્યું. જ્યારે હું સ્ટેજ શૉમાં પરફોર્મ કરવા જાઉં છું ત્યારે મારા ગીતો લખું છું.
આ પણ વાંચો : લતા મંગેશકરને હિરોઇનનો રોલ રાજ કપૂરે પોતાની કઈ ફિલ્મમાં આૅફર કર્યો હતો?
તમે લતા દીદી સાથે `અપલમ ચપલમ` જેવા ઘણા ગીતો ગાયાં છે. જ્યારે તમે લતા દીદી સાથે ગાતાં હતાં, ત્યારે તેઓ કેવી રીતે ગીતો સૂચવતાં હતાં?
`અપલમ ચપલમ` મારું દીદી સાથેનું પહેલું ગીત હતું. આ ગીત ફિલ્મ `આઝાદ`નું છે જેમાં દિલીપ કુમાર, મીના કુમારી અને પ્રાણ જેવા મોટા સ્ટાર્સ હતાં. તે ફિલ્મના સંગીત નિર્દેશક સી રામચંદ્ર હતા. જ્યારે તેમણે મને ગાવાની ઓફર કરી ત્યારે હું ગાવા માટે બિલકુલ તૈયાર નહોતી. તે સમયે હું ગાતી નહોતી, માત્ર પેઇન્ટિંગ કરતી હતી. જો મારે દીદી સાથે ગાવું હોય તો મને ચિંતા ન હતી, જો હું ન ગાઉં તો દીદીએ ગાયું હોત. ગાયન વિશે દીદીનું સૂચન હતું કે તમે જે રીતે ગાઓ છો એ જ રીતે ગાઓ. દીદી ગીતની પંક્તિઓ ગાતી હતી જે હું સમજી શકતી નહોતી. હું ઘરમાં સૌથી નાની હતી એટલે બધા મને ખૂબ લાડ કરતાં. ક્યારેક હું કહેતી કે હું એક જ પંક્તિ ગાઈશ, તો દીદી કહેતાં, `ઠીક છે, એક જ પંક્તિ ગાજે, બાકીનું હું ગાઈશ. દીદીનો એટલો પ્રેમ હતો કે તે પોતાની બહેનને મુશ્કેલીમાં જોઈ શકતાં નહોતાં.
આ પણ વાંચો : મધુબાલાજીએ કૉન્ટ્રૅક્ટ કર્યો હતો કે તેમનાં ગીતો માત્ર લતા મંગેશકર જ ગાશે : અલકા યાજ્ઞિક
આજના સમયના અને જૂના જમાનાના સંગીતતમાં શો ફેર દેખાય છે તમને?
મને એટલો ફરક દેખાય છે કે આજનું સંગીત ખૂબ લાઉડ થઈ ગયું છે અને ગાયકનો અવાજ દબાઈ જાય છે. અત્યારે મોટાભાગે ડાન્સ આધારિત ગીતો બની રહ્યા છે. તેમનામાં વધુ ઘોંઘાટ છે. હીરો હીરોઈન 10 20 ડાન્સરો સાથે ડાન્સ કરી રહ્યાં છે. આવું ગીત જોવામાં સારું છે પણ સાંભળવા માટે નથી. અમારા જમાનામાં આવા કેબરે ડાન્સ ગીતો બનતા. પરંતુ તેઓ સાંભળવામાં પણ સારા હતા અને ગીતોના શબ્દો લોકોના મનમાં છવાયેલા રહેતા. એવું નથી કે આજે સારાં ગીતો લખનારા લોકો નથી, પણ સારાં ગીતો પર કોઈ ધ્યાન આપતું નથી. આજે પણ ઘણા સારા સંગીત દિગ્દર્શકો અને ગાયકો છે, તેમાંથી સારું કામ કરવા માટે આપણને કોઈની જરૂર છે. જેમ કે મેં રાજ એન સિપ્પીની ફિલ્મ `ઈંકાર`નું `મુંગડા` ગીત ગાયું છે, તેના લિરિક્સ કોઈને સમજાતા નથી પણ લોકોને સાંભળ્યા પછી ગમે છે. કેટલાક ગીતો તાલ પર પણ વાગે છે, `મુંગડા` એવું જ એક ગીત હતું.
આ પણ વાંચો : લતા મંગેશકરને જંગલ સફારીની ફોટોગ્રાફીનો શોખ હતો : સોનુ નિગમ
જૂના જમાનાના ગાયકો અમર થઈ ગયા જ્યારે નવા ગાયકોની ફોજ પાણીના પરપોટાની જેમ રહી, આવું કેમ?
પહેલા એક ગીત આવે તો ઘણાં સમય સુધી ચાલતું હતું. જેમ કે `સંતોષી મા`નું ગીત આવ્યું તો લાંબા સમય સુધી ચાલ્યું અને લોકોના મનમાં પેસી ગયું. હવે તો ફિલ્મમાં ગીત જોયા પછી ગાયબ થઈ જાય છે. હાલ ન તો રેકૉર્ડ છે કે ન તો કેસેટ અને સીડી. હવે લોકો પેનડ્રાઈવમાં ગીતો રાખે અથવા મોબાઈલમાં સાંભળે છે. પહેલા જે સમય હતો ત્યારે ઘરમાં ગીત વાગતું હતું તો ઘરના બધા સાથે ગીત સાંભળતા હતા. ટેક્નોલૉજી વધતી જાય છે અને કળા ઘટતી જાય છે. આજની નવી ટેક્નિક આવવાથી ગીતમાંનો આત્મા ખતમ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : લતા મંગેશકરે સ્ટેજ પર પર્ફોર્મ કરવાનું કેમ બંધ કર્યું હતું?
આજના સંગતીમાં તમને શું ઓછ દેખાય છે?
આજે ગીતનો આત્મા (હાર્દ) ખતમ થઈ ગયો છે. મેં એવા પણ ગીતો ગાયા છે જે આજકાલના જમાના પ્રમાણે છે. આજે દિલ્હીમાં બેઠેલા મ્યૂઝિક ડિરેક્ટર હાર્મોનિયમ પર ટ્યૂન વગાડીને મોકલી દે છે. સ્ટૂડિયોમાં રેકૉર્ડિસ્ટ ગીતનો મુખડો કટ કટમાં રેકૉર્ડ કરે છે અને કહે છે કે તમે ચાર વાર મુખડો ગાઈ લો તેમાંથી જે સારું લાગશે તે રાખી લેશું. અંતરો ગાયા પછી જ્યારે ફરી મુખડો ગાવાની વાત આવે છે તો કહે છે કે પહેલા ગાયેલો મુખડો આગળ પેસ્ટ કરી દેશું. જ્યારે હું કહું છું કે મુખડો અલગ અલગ ગાવાની છું, તો કહે છે તેની જરૂર નથી લોકોને યાદ નથી રહેતું. હવે આ પ્રકારના ગીતોમાં આત્મા ક્યાંથી આવશે? નવું ગીત કાલે ગાયું અને આજે યાદ નથી રહેતું. યાદ કરવા માટે ગીત ત્રણ ચાર વાર સાંભળવું પડે. આજે ટુકડાઓમાં રેકૉર્ડિંગ થાય છે આથી ગીત યાદ નથી રહેતા અને ન તો ગીતમાં તે ભાવ આવે છે.
આ પણ વાંચો : લતા મંગેશકરને ઑસ્કર અથવા તો ગ્રૅમી મળ્યો હોત તો એ અવૉર્ડ્સની નામના વધી ગઈ હોત : જાવેદ અલી
યૂટ્યુબ જેવું પ્લેટફૉર્મ ગાયકોને કેટલો ફાયદો પહોંચાડી શકે છે?
આજે તો યૂટ્યૂબ સિવાય બીજો કોઈ રસ્તો નથી. આજે સ્ટેજ પર ગાઓ કે પછી યૂટ્યૂબ પર. હવે કોઈ રેકૉર્ડ બનાવતું જ નથી. સીડી અને કેસેટ તો બંધ જ થઈ ગઈ છે. નવા નવા મ્યૂઝિક ડિરેક્ટર અને સિંગર આવી રહ્યા છે અને કંઇક અલગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે પણ નવી ટેક્નિક આવી છે લોકો પોતાના હિસાબે તેમાં કામ કરી રહ્યા છે, પણ અમે જૂના લોકો આમાં બંધબેસતાં નથી.
આ પણ વાંચો : દીદી પોતાની સાથે અમને પણ બાબાના પગ ધોયેલું પાણી પીવડાવતાં હતાં : આશા ભોસલે
મંગેશકર પરિવાર પાસેથી ભવિષ્યમાં શું આશા રાખી શકાય?
દીદી જેવા તો કોઈ 100 વર્ષો સુધી નહીં બની શકે. તે તો ભગવાનની દેન હતાં. અમે દીદીને સરસ્વતીનો અવતાર જ માનીએ છીએ. દીદીએ જે ગાયું છે તમે ગણગણી શકો છો પણ તેમના જેવું ગાઈ ન શકો. ઘણાં સિંગર્સે દીદી જેવું ગાવાનો પ્રયત્ન કર્યો પણ તેમનામાં તે આત્મા દેખાઈ નહીં. આશા દીદી જેવું ગાય છે તેમના જેવું પણ કોઈ નથી. તેમની ગાયકીમાં પોતાની જે આગવી ઓળખ બની છે તેમનો તે અલગ જ અંદાજ છે. તેમના જેવું પણ કોઈ ન જ બની શકે. મેં તો અનેક ભાષાઓમાં ઘણાં બધાં ગીતો ગાયા છે. મારા ગીત દીદી અને આશાતાઈ જેટલી ઊંચાઈએ નથી પહોંચ્યા પણ મે જેટલા ગાયા છે તેનાથી હું સંતુષ્ટ છું.