અનુભવ સિંહાનું કહેવું છે કે તેમની આગામી ફિલ્મ ‘અનેક’માં અન્ડરકવર પોલીસ માટે શારીરિક અને માનસિક રીતે ટ્રેઇનિંગ અને સ્ટ્રેંગ્થની ખાસ જરૂર પડે છે
અનુભવ સિંહા
અનુભવ સિંહાનું કહેવું છે કે તેમની આગામી ફિલ્મ ‘અનેક’માં અન્ડરકવર પોલીસ માટે શારીરિક અને માનસિક રીતે ટ્રેઇનિંગ અને સ્ટ્રેંગ્થની ખાસ જરૂર પડે છે. આ ફિલ્મમાં અન્ડરકવર પોલીસના રોલમાં આયુષમાન ખુરાના જોવા મળવાનો છે. ભૂષણ કુમાર અને અનુભવ સિંહાએ સાથે મળીને આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં જોવા મળશે કે આયુષમાન જોશુઆ અને અમનના રોલમાં દેખાશે. જોશુઆ કૅફેનો માલિક છે અને અમન એક મિશન પર હોવાથી અન્ડરકવર પોલીસ બન્યો છે. ફિલ્મમાં તેનો ડાયલૉગ છે કે ‘ખુદકો કૅપ્ચર કરવાના, મેરી પ્લાનિંગ...લાઇ ડિટેક્ટર કો બીટ કરના મેરી ટ્રેઇનિંગ. ચાલો મિશનની શરૂઆત કરીએ.’
એ રોલ વિશે અનુભવ સિંહાએ કહ્યું કે ‘અન્ડરકવર પોલીસને શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવા ટ્રેઇનિંગ અને સ્ટ્રેંગ્થની જરૂર હોય છે. અમે એને સારી રીતે સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે. આ તો અન્ડરકવર પોલીસની ટ્રેઇનિંગની એક ઝલક છે. એની અન્ય ખાસિયતો આગામી વિડિયોમાં દેખાડવામાં આવશે.’