મૅરેજ-ઍનિવર્સરી નિમિત્તે ટ્વિન્કલને અક્ષયકુમારે કહ્યું...
અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્ના
અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્નાનાં મૅરેજને 20 વર્ષ થઈ ગયાં છે. એ નિમિત્તે ટ્વિન્કલની પ્રશંસા કરતાં અક્ષયકુમારે જણાવ્યું હતું કે તે આજે પણ તેના દિલને ધડકાવે છે. આ બન્નેએ 2001માં લગ્ન કર્યાં હતાં. તેમને હાલમાં આરવ અને નિતારા નામનાં બે બાળકો પણ છે. ટ્વિન્કલ સાથેનો ફોટો અક્ષયકુમારે શૅર કર્યો છે. એ રોમૅન્ટિક ફોટોમાં બન્નેના ચહેરા પર ગજબની સ્માઇલ દેખાઈ રહી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘એક વાત તો નક્કી જ છે કે હું પાર્ટનરશિપમાં છું... 20 વર્ષનો આપણો સંગાથ છે અને તું આજે પણ મારા દિલની ધડકનોને તેજ બનાવે છે. ક્યારેક તો તું મને ઊંચા આસમાને પણ ચડાવી દે છે. તું જ્યારે પણ મારી આસપાસ હોય છે ત્યારે મારા ચહેરા પર હંમેશાં સ્માઇલ જ હોય છે. હૅપી ઍનિવર્સરી ટીના.’

