એવો ખુલાસો ટ્વિન્કલ ખન્નાએ કર્યો છે
ફાઇલ તસવીર
કરણ જોહર બર્થ-ડે પાર્ટી અટેન્ડ કરવાના કરોડ રૂપિયા લે છે એવો ખુલાસો ટ્વિન્કલ ખન્નાએ કર્યો છે. આ વાત ટ્વિન્કલે તેના બુક-લૉન્ચ વખતે કહી છે. એ ઇવેન્ટને કરણ હોસ્ટ કરી રહ્યો હતો. ટ્વિન્કલની વાતથી તો ઇવેન્ટમાં શાંતિ છવાઈ ગઈ હતી. ટ્વિન્કલે કહ્યું કે ‘મારે મારા જ શોમાં કરણ જોહર બનવું છે કે જ્યાં મને અઢળક પૈસા મળે. હું લોકોની બર્થ-ડે પાર્ટીમાં જાઉં, જેના માટે મને એક કરોડ રૂપિયા મળે.’
તેની આ વાત સાંભળીને તો કરણ ચોંકી ગયો. કરણે કહ્યું કે ‘શું તે મારી એજન્સી સાથે વાત કરી હતી? તેમણે શું તને એવી વાત જણાવી છે જે ન કહેવી જોઈએ? મને વિવિધ ઇવેન્ટ્સ જેવી કે નાનાં બાળકોની બર્થ-ડે પાર્ટીમાં રૅપિડ ફાયર પ્લે કરવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. હું એ ઇન્વિટેશન સ્વીકારું પણ છું.’
ADVERTISEMENT
તેને જવાબ આપતાં ટ્વિન્કલ કહે છે કે ‘એ તો ખૂબ સારી વાત છે. મારા હસબન્ડે મને કહ્યું કે તે પણ ક્યાંય પણ જઈ શકે છે, કોઈના મુંડનમાં પણ જઈ શકે છે.’