Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પસૂરી’ ગાઈને ટ્રોલ થઈ સિંગર તુલસી કુમાર

‘પસૂરી’ ગાઈને ટ્રોલ થઈ સિંગર તુલસી કુમાર

Published : 03 July, 2023 03:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તુલસી કુમાર ગુલશન કુમારની દીકરી છે અને ટી-સિરીઝની બાગડોર સંભાળનાર ભૂષણ કુમારની તે બહેન છે

 તુલસી કુમાર

તુલસી કુમાર


સિંગર તુલસી કુમારે ‘પસૂરી’ ગીત ગાયું એટલે લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે, કેમ કે ગીત ગાતી વખતે તે એના લિરિક્સ ભૂલી ગઈ હતી. એથી સોશ્યલ મીડિયામાં તેની નિંદા શરૂ થવા લાગી હતી. તુલસી કુમારની વાત કરીએ તો તે ગુલશન કુમારની દીકરી છે અને ટી-સિરીઝની બાગડોર સંભાળનાર ભૂષણ કુમારની તે બહેન છે. તુલસી કુમારને લઈને સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘ભારત તરફથી અમે પાકિસ્તાનની માફી માગીએ છીએ. મને લાગે છે કે અનેક ભારતીયો આ વાતથી સહમત હશે. અમારા તરફથી આ દુર્લભ માફીનામું છે.’
તો અન્ય સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘તમામ લોકોને જણાવી દઉં કે તે ગુલશન કુમારની દીકરી અને ભૂષણ કુમારની બહેન છે. એથી આપણે કોઈ પણ પ્રકારે અને આપણો ખરો વિચાર જણાવીને તેને અટકાવવાનો પ્રયાસ કરીશું અથવા તેની નિંદા કરીશું તો પણ તે અટકવાની નથી. નેપોટિઝમનું તે સચોટ ઉદાહરણ છે. દરેક ટૅલન્ટેડ આર્ટિસ્ટ્સની તક તે છીનવી લે છે.’
અન્યએ લખ્યું કે ‘તેનો ભાઈ લૅબ ધરાવે છે અને તે સતત એમાં એક્સપરિમેન્ટ કરતી રહે છે. એના કારણે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને વેઠવાનું આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK