કાર્તિક આર્યનની આ આગામી ફિલ્મમાં રણબીર અને દીપિકાના કૅમિયો ઉપરાંત ‘યે જવાની હૈ દીવાની’નાં સ્ટાર્સ આદિત્ય રૉય કપૂર અને કલ્કિ કોચલિન પણ મહત્ત્વની ભૂમિકામાં હશે
દીપિકા તેના એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે કાર્તિક આર્યનની ફિલ્મમાં ૧૦ વર્ષ પછી સ્ક્રીન શૅર કરશે
દીપિકા પાદુકોણ હાલમાં તેની પોસ્ટ-પ્રેગ્નન્સીના તબક્કાને એન્જૉય કરી રહી છે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તે વહેલી તકે કામ પર પાછી ફરવાની છે. સમાચાર છે કે દીપિકા તેના એક્સ-બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે તેના આગામી પ્રોજેક્ટમાં ૧૦ વર્ષ પછી સ્ક્રીન શૅર કરશે. એ ફિલ્મમાં લીડ ઍક્ટર કાર્તિક આર્યન છે.
દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર છેલ્લે ૨૦૧૫માં આવેલી ‘તમાશા’માં સાથે જોવા મળ્યાં હતાં. એ સિવાય તાજેતરમાં તેની ૨૦૧૩ની રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ ફરીથી રિલીઝ થઈ છે. આ રીરિલીઝને પણ સારો આવકાર મળ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે રણબીર અને દીપિકા હવે કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’માં નાનકડો રોલ કરશે.
ADVERTISEMENT
કાર્તિક આર્યનની આ આગામી ફિલ્મમાં રણબીર અને દીપિકાના કૅમિયો ઉપરાંત ‘યે જવાની હૈ દીવાની’નાં સ્ટાર્સ આદિત્ય રૉય કપૂર અને કલ્કિ કોચલિન પણ મહત્ત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મમાં શર્વરી વાઘ ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે મુખ્ય ભૂમિકામાં હશે. શર્વરી તાજેતરમાં હૉરર-કૉમેડી ફિલ્મ ‘મુંજ્યા’, જુનૈદ ખાન સાથે ‘મહારાજા’માં અને જૉન અેબ્રાહમ સાથે ‘વેદા’માં જોવા મળી હતી.