તૃપ્તિ ફોટોગ્રાફરોથી મોઢું છુપાવતી જોવા મળી હતી
તૃપ્તિ ડિમરી અને તેના બૉયફ્રેન્ડની બાઇકસવારી
ટૂ-વ્હીલર પર બેસનારી બન્ને વ્યક્તિએ હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. મુંબઈની ટ્રાફિક-પોલીસ આ નિયમનો સખતાઈથી અમલ કરાવવા સજ્જ થઈ રહી છે ત્યારે તૃપ્તિ ડિમરી અને તેનો બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ વીક-એન્ડમાં બાઇક પર વિધાઉટ હેલ્મેટ જોવા મળ્યાં હતાં. તૃપ્તિ ફોટોગ્રાફરોથી મોઢું છુપાવતી જોવા મળી હતી. જો તેણે અને સૅમે હેલ્મેટ પહેરી હોત તો ‘પકડાયાં’ પણ ન હોત અને જે લોકો હેલ્મેટ નથી પહેરતા તેમને માટે તેઓ ઉદાહરણરૂપ પણ બન્યાં હોત.