સૅમે પોતાની કથિત ગર્લફ્રેન્ડને શુભેચ્છા આપતો વિડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો છે
તૃપ્તિ ડિમરી, સૅમ મર્ચન્ટ
‘ઍનિમલ’ ફિલ્મ પછી ઍક્ટ્રેસ તૃપ્તિ ડિમરીના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે અને તેની પર્સનલ લાઇફ પર પણ ફૅન્સની નજર હોય છે. આમ તો તૃપ્તિ પોતાની પર્સનલ લાઇફ વિશે જાહેરમાં બહુ ચર્ચા નથી કરતી, પણ સેલિબ્રિટી હોવાને કારણે તેનું અંગત જીવન ઘણી વખત ચર્ચાનો મુદ્દો બની જાય છે.
તૃપ્તિએ આમ તો ક્યારેય તેનો બૉયફ્રેન્ડ કોણ છે એ વાતનો જાહેરમાં એકરાર નથી કર્યો, પણ ચર્ચા છે કે તે બિઝનેસમૅન સૅમ મર્ચન્ટ સાથે રિલેશનશિપમાં છે. તે ઘણી વખત સૅમ મર્ચન્ટ સાથે વેકેશન પર અથવા તો ડિનર-ડેટ પર જોવા મળે છે. ૨૩ ફેબ્રુઆરીએ તૃપ્તિનો બર્થ-ડે હતો અને આ પ્રસંગે સૅમે શૅર કરેલી પોસ્ટ તેમના સંબંધ તરફ ઇશારો કરે છે. મળતી માહિતી પ્રમાણે તૃપ્તિએ પોતાની ૩૧મી વર્ષગાંઠ સૅમ મર્ચન્ટ સાથે સેલિબ્રેટ કરી છે.
ADVERTISEMENT
સૅમે પોતાની કથિત ગર્લફ્રેન્ડને શુભેચ્છા આપતો વિડિયો ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શૅર કર્યો છે. આ વિડિયોમાં તૃપ્તિ અડધી રાતે કેક કાપતી દેખાય છે. બ્લૅક આઉટફિટ અને નો-મેકઅપ લુકમાં તૃપ્તિ બહુ સુંદર લાગી રહી છે. આ વિડિયો શૅર કરીને કૅપ્શનમાં સૅમે લખ્યું કે ‘સૌથી સારી આત્માને જન્મદિવસ મુબારક. હું તમારી ખુશીની કામના કરું છું.’

