તૃપ્તિ પોતાના બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ સાથે નવા વર્ષને આવકારવા ફિનલૅન્ડ ગઈ છે
તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરીએ ૨૦૨૪ને ફિનલૅન્ડના લૅપલૅન્ડમાં સ્નોફૉલના સાંનિધ્યમાં વિદાય આપી છે. પોતે સ્નોફૉલની મજા માણતી હોય એવો વિડિયો તૃપ્તિએ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યો છે. તૃપ્તિ પોતાના બૉયફ્રેન્ડ સૅમ મર્ચન્ટ સાથે નવા વર્ષને આવકારવા ફિનલૅન્ડ ગઈ છે. બન્નેએ તેઓ સાથે હોય એવા કોઈ ફોટો કે વિડિયો પોસ્ટ નથી કર્યા, પણ તૃપ્તિની જેમ તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એ જ જગ્યાએ સ્નોફૉલની મજા માણતો વિડિયો મૂક્યો છે એના પરથી સ્પષ્ટ થાય છે કે બન્ને સાથે છે.