મને હતું કે હું હવે શાકભાજી ખરીદવા માટે નહીં જઈ શકું
તૃપ્તિ ડિમરી
તૃપ્તિ ડિમરીની ૨૦૧૮ની ૭ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘લૈલા મજનૂ’એ તેનો એ ભ્રમ તોડ્યો હતો કે આ ફિલ્મ બાદ તે ફેમસ થઈ જશે અને તે માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે પણ નહીં જઈ શકે. આ ફિલ્મ લોકોને આકર્ષિત કરી શકી નહીં. આ ફિલ્મ ગઈ કાલે ફરીથી રિલીઝ કરવામાં આવી છે. જોકે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍનિમલ’થી તેની ઓળખ નૅશનલ ક્રશ તરીકેની થઈ ગઈ છે. ‘લૈલા મજનૂ’ વિશે તૃપ્તિ ડિમરી કહે છે, ‘મને એ વખતે એમ લાગતું હતું કે મારી ફિલ્મ રિલીઝ થશે પછી હું માર્કેટમાં નહીં જઈ શકું, કારણ કે ત્યાર બાદ તો હું એટલી ફેમસ થઈ જઈશ કે બહાર જઈને શાકભાજી પણ નહીં ખરીદી શકું. જોકે એવું કંઈ થયું નહીં. લોકો એ ફિલ્મ જોવા ગયા જ નહીં. મને ખૂબ ખરાબ લાગ્યું હતું. આજે લોકોને તેમની ભૂલનો એહસાસ થયો કે તેમણે થિયેટરમાં જઈને ફિલ્મ જોવાની જરૂર હતી. તો લગતા હૈ દેર હૈ, અંધેર નહીં હૈ. હમારી ફિલ્મ કા ડાયલૉગ મૈં યુઝ કરુંગી. ‘હમારી કહાની લિખી હુઈ હૈ.’’