તેમણે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલાં કપડાં પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું.
તાહા શાહ અને વામિકા ગબ્બી
તાહા શાહ અને વામિકા ગબ્બીએ દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ડિયા કુટ્યૉર વીક 2024માં રૅમ્પ-વૉક કર્યું હતું. તેમણે ડિઝાઇનર જોડી અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કરેલાં કપડાં પહેરીને રૅમ્પ-વૉક કર્યું હતું. અબુ અને સંદીપ ૭ વર્ષના બ્રેક બાદ આ ફૅશન-શોમાં ભાગ લઈ રહ્યા છે. તેમણે જે ડિઝાઇન રજૂ કરી છે એનું નામ ‘અસલ મર્દ’ છે. ‘અસલ’ મહિલાને રીપ્રેઝન્ટ કરે છે અને ‘મર્દ’ પુરુષને. તાહા શાહને સંજય લીલા ભણસાલીની ‘હીરામંડી : ધ ડાયમન્ડ બાઝાર’ દ્વારા અને વામિકાને તબુ સાથેની ‘ખુફિયા’ દ્વારા ભારે લોકપ્રિયતા મળી હતી.
પરિણીતિનો પૉઝિટિવ મેસેજ: ટૉક્સિક લોકોને લાઇફમાંથી બિન્દાસ દૂર કરો
ADVERTISEMENT
પરિણીતિ ચોપડાએ લોકોને સલાહ આપી છે કે લાઇફમાંથી ટૉક્સિક લોકોને દૂર કરવામાં જરા પણ ગભરાવું નહીં. જીવનની દરેક ક્ષણ અમૂલ્ય છે અને એને આવા લોકો પર વેડફવાની જરૂર નથી. પરિણીતિએ પોતાની એક નાનકડી વિડિયો-ક્લિપ શૅર કરી છે અને એના પર પૉઝ, રિફ્લેક્ટ, લીવ લખ્યું છે. એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતિએ કૅપ્શન આપી છે, ‘આ મહિને મેં થોડો સમય પૉઝ લીધો છે અને લાઇફ પર રિફ્લેક્ટ કર્યું છે. માનસિકતા જ બધું છે. જે લોકો અગત્યના નથી તેમને મહત્ત્વ ન આપો. એક સેકન્ડ પણ વેસ્ટ ન કરો. લાઇફ ખૂબ ઝડપથી પસાર થઈ રહી છે. દરેક ક્ષણ તમારી પસંદગીની હોવી જોઈએ. અન્ય લોકો માટે જીવવાનું બંધ કરો. ટૉક્સિક લોકોને તમારી લાઇફમાંથી દૂર કરવામાં જરા પણ ગભરાતા નહીં. દુનિયા શું વિચારશે એની પરવા કરવાનું છોડી દો. તમારી ઇચ્છા પ્રમાણે લાઇફ જીવો.’
૨૪ વર્ષની કરીઅરમાં પહેલી વખત નેગેટિવ રોલ કરશે શ્વેતા તિવારી
‘કસૌટી ઝિંદગી કી’ની પ્રેરણા તરીકે ખૂબ ફેમસ થનારી શ્વેતા તિવારીની ઇમેજ એક સંસ્કારી વહુ તરીકેની છે. જોકે તે હવે આક્રમક અંદાજ દેખાડવા તૈયાર થઈ ગઈ છે. ૨૪ વર્ષની કરીઅરમાં તે હવે નેગેટિવ રોલ કરશે. તેને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ હેઠળ વેબ-સિરીઝમાં અગત્યનો રોલ મળ્યો છે. એ વિશે માહિતી આપતાં શ્વેતા કહે છે, ‘હું ધર્મા પ્રોડક્શન્સ હેઠળ બનનારી આગામી વેબ-સિરીઝમાં કામ કરી રહી છું. એમાં હું ડૉનના રોલમાં જોવા મળીશ, જે સાડી પહેરે છે અને સિગારેટ પીએ છે. આ એક પડકારજનક રોલ છે એથી મેં એ કરવાની હા પાડી હતી.’
સલમાનની ફૅમિલી સાથે બર્થ-ડે સેલિબ્રેટ કર્યો યુલિયા વૅન્ટુરે
યુલિયા વૅન્ટુરે બુધવારે તેનો બર્થ-ડે સલમાન ખાન અને તેની ફૅમિલી સાથે સેલિબ્રેટ કર્યો હતો. મૂળ રોમાનિયાની યુલિયા ૪૪ વર્ષની છે. તેનો ફોટો સલમાનની બહેન અલ્વિરાના હસબન્ડ અતુલ અગ્નિહોત્રીએ શૅર કર્યો હતો. એ ફોટોમાં સલમાન, તેની બહેન અર્પિતા ખાન, તેનો હસબન્ડ આયુષ શર્મા, તેમનાં બાળકો અને અન્ય ફૅમિલી પણ છે. સલમાન અને યુલિયા વચ્ચે ઘણા સમયથી રિલેશન છે, પરંતુ બન્નેએ કદી એ વિશે જાહેરમાં કહ્યું નથી. જોકે અનેક વખત બન્ને સાથે જોવા મળે છે. તાજેતરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત-નાઇટમાં બન્નેએ સાથે ડાન્સ કર્યો હતો.

