Total Timepass: શાહરુખ સાથે પઠાનનું શૂટિંગ શરૂ કર્યું સલમાને
Total Timepass: શાહરુખ સાથે પઠાનનું શૂટિંગ શરૂ કર્યું સલમાને
શાહરુખ સાથે પઠાનનું શૂટિંગ શરૂ કર્યું સલમાને
મુંબઈ : (પી.ટી.આઇ.) સલમાન ખાને ગઈ કાલથી શાહરુખ ખાન સાથે ‘પઠાન’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને યશરાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ અને સિદ્ધાર્થ આનંદ ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન નાની ભૂમિકામાં જોવા મળવાનો છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ લીડ રોલમાં દેખાશે. ૨૦૧૮માં આવેલી ‘ઝીરો’ બાદ શાહરુખ ‘પઠાન’માં જોવા મળવાનો છે.
ADVERTISEMENT
શાહરુખના ફૅન્સ તેની ફિલ્મને લઈને ખૂબ આતુર હતા. ‘પઠાન’ની જાહેરાત થતાં જ તેઓ પણ પોતાના ફેવરિટ સ્ટારને જોવા માટે એક્સાઇટેડ છે. સલમાન પણ આ ફિલ્મમાં નાનકડી પરંતુ અગત્યની ભૂમિકામાં દેખાશે. સલમાને હાલમાં જ ‘બિગ બૉસ ૧૪’ પૂરો કર્યો છે અને હવે તે ‘પઠાન’નું શૂટિંગ કરી રહ્યો છે. ત્યાર બાદ તે ‘ટાઇગર 3’ અને ‘કભી ઈદ કભી દિવાલી’નું શૂટિંગ શરૂ કરશે.
ચાર વર્ષ બાદ સલમાન ખાન સાથે પર્ફોર્મ કરશે મિકા સિંહ
મુંબઈ : (આઇ.એ.એન.એસ.) ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’માં મિકા સિંહ ચાર વર્ષ બાદ સલમાન ખાન સાથે પર્ફોર્મ કરવાનો છે. આ શોને કરણ વાહી અને વલુશા ડિસોઝા હોસ્ટ કરશે. આ નવા રિયલિટી શોમાં બૉલીવુડના દિગ્ગજ ગાયકોની વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે. સલમાન આ શોનો બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે. સલમાન સાથે પર્ફોર્મ કરવા વિશે મિકાએ કહ્યું હતું કે ‘મ્યુઝિકમાં ‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ અત્યાર સુધીનો એકદમ અલગ પ્રકારનો શો છે. સલમાન ભાઈ દેશનો મોટો સ્ટાર છે. તેમની સાથે ઘણા સમય બાદ પર્ફોર્મ કરવાની ઘણી મજા આવશે. મારા માટે તો એ સન્માનની વાત છે. અમારા સંબંધો પણ સારા છે. અમે જ્યારે સાથે પર્ફોર્મ કરીશું તો એક અલગ ઝલક જોવા મળશે. એનાથી અમારો પર્ફોર્મન્સ વધુ નિખરશે. હું ખૂબ એક્સાઇટેડ છું અને હવે વધુ રાહ નથી જોઈ શકતો.’
ક્યા ઍક્શન હૈ રે બાબા!
રણવીર સિંહ અને રોહિત શેટ્ટી હાલમાં જ ઍક્શન મોડમાં જોવા મળ્યા હતા. રોહિત શેટ્ટી તેની ફિલ્મોમાં ઍક્શન માટે જાણીતો છે. તે જેટલી કાર ઉડાવે છે એટલી ભાગ્યે જ કોઈ ડિરેક્ટરે તેની કરીઅરમાં ઉડાવી હશે. રોહિત અને રણવીર બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર તેમનો ઍક્શન કરતો એક ફોટો શૅર કર્યો છે. જોકે આ ફોટો તેમની આગામી ફિલ્મ ‘સર્કસ’નો નથી. તેમણે હાલમાં જ એક નૂડલ્સ ઍડનું શૂટિંગ કર્યું હતું જેમાં તેઓ ઍક્શન મોડમાં જોવા મળ્યા હતા. આ ફોટો શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી કે ‘અમે આ રીતે નૂડલ્સની કમર્શિયલનું શૂટ કરીએ છીએ.’
સે ચીઝ!
સુહાના ખાને તેનો ફોટો શૅર કરીને લખ્યું છે કે સે ચીઝ. સોશ્યલ મીડિયામાં તે ખૂબ ઍક્ટિવ રહે છે. તેના ફૉલોઅર્સ પણ ઘણા છે. સુહાનાએ ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો શૅર કર્યો છે એમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોને કૅપ્શન આપતાં સુહાનાએ ‘સે’ લખ્યું અને ચીઝની ઇમોજી આપી હતી.
બધાઈ દોનું શૂટિંગ પૂરું કર્યું ભૂમિ અને રાજકુમારે
ભૂમિ પેડણેકર અને રાજકુમાર રાવે ‘બધાઈ દો’નું શૂટિંગ પૂરું કરી લેતાં તેઓ ‘પાવરી હો રહી હૈ’ના રંગમાં આવી ગયાં છે. ફિલ્મને હર્ષવર્ધન કુલકર્ણીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ ૨૦૧૮માં આવેલી ‘બધાઈ હો’ની સીક્વલ છે. આ ફિલ્મને નૅશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. ‘બધાઈ દો’માં ભૂમિ પી.ટી. ટીચરના રોલમાં અને રાજકુમાર પોલીસના રોલમાં દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લેતાં ભૂમિએ એક વિડિયો શૅર કર્યો છે. એ વિડિયોમાં રાજકુમાર રાવ અને ડિરેક્ટર પણ છે.

