એ ફોટોમાં તેણે બિકિની પહેરી છે અને સાથે જ પિન્ક કલરના ચુડા પણ તેણે પહેર્યા છે.
પરિણીતી ચોપડા
બિકિની પર ચુડા પહેર્યો પરિણીતીએ
પરિણીતી ચોપડાએ ૨૪ સપ્ટેમ્બરે રાઘવ ચઢ્ઢા સાથે ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. હવે પરિણીતી મૉલદીવ્ઝ ગઈ છે અને ત્યાંના ફોટો તેણે શૅર કર્યા છે. જોકે તે હનીમૂન પર નથી ગઈ, ગર્લ્સ ગૅન્ગ સાથે ગઈ છે એનો ફોટો તેણે શૅર કર્યો છે. એ ફોટોમાં તેણે બિકિની પહેરી છે અને સાથે જ પિન્ક કલરના ચુડા પણ તેણે પહેર્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી, ‘હું હનીમૂન પર નથી ગઈ. આ ફોટો મારી સિસ્ટર-ઇન-લૉએ લીધા છે.’
ADVERTISEMENT
હૃતિકની પર્ફેક્ટ ફિઝિક
હૃતિક રોશને પર્ફેક્ટ ફિઝિક મેળવવા માટે સખત મહેનત કરી છે. એને માટે તેણે સખત ડિસિપ્લિનનું પણ પાલન કર્યું હતું અને પોતાના ટ્રેઇનરનાં ઇન્સ્ટ્રક્શન્સ ફૉલો કર્યાં હતાં. હૃતિકે એક્સરસાઇઝ પહેલાંનો અને બાદનો ફોટો શૅર કર્યો છે. એના પર તારીખ પણ લખી છે. એ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હૃતિકે કૅપ્શન આપી છે, ‘પાંચ અઠવાડિયાં સતત મહેનત. મારાં ઘૂંટણ, પીઠ, પાની, ખભા, કરોડરજ્જુ અને માઇન્ડ એ સૌનો આભાર. તમે ખૂબ સારી રીતે સાથ આપ્યો. હવે આરામનો સમય છે. સ્વસ્થ રહેવાનું અને બૅલૅન્સ જાળવવાનું છે. અઘરી વસ્તુ - મેં અનેક અગત્યની બાબતો જેવી કે મારા પ્રિયજનો, ફ્રેન્ડ્સ, અવસર, સ્કૂલની પીટીએમને ના પાડી હતી. બીજી અઘરી વસ્તુ - મારે રાતે નવ વાગ્યે ઊંઘી જવાનું હતું. સરળ બાબત - મારી જેમ વિચારનાર પાર્ટનર મારી સાથે છે. થૅન્ક યુ. સારી બાબત - મને મિસ્ટર ક્રિસ ગેથીન જેવો મેન્ટર મળ્યો છે, જેના પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. થૅન્ક યુ મિસ્ટર ક્રિસ ગેથીન. તારા સિવાય હું આ ન કરી શક્યો હોત. મારી ટીમનો પણ આભાર. હું નસીબદાર છું કે મારી આસપાસ આવા લોકો છે.’
આપણા સથવારામાં વધુ એક વર્ષનો ઉમેરો થયો : માધુરી દીક્ષિત નેને
માધુરી દીક્ષિતનાં લગ્ન ડૉક્ટર શ્રીરામ નેને સાથે થયાં એને ૨૪ વર્ષ પસાર થઈ ગયાં છે. ૧૯૯૯માં બન્નેનાં લગ્ન થયાં હતાં. ત્યાર બાદ માધુરી લગભગ એક દાયકા સુધી અમેરિકા રહી હતી. તેમને એરિન અને રાયન નામના બે દીકરા છે. માધુરી છેલ્લે ‘મજા મા’ ફિલ્મમાં દેખાઈ હતી. હસબન્ડ સાથેના ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી, ‘આપણા સાથમાં વધુ એક વર્ષનો ઉમેરો થયો.’ તેની આ પોસ્ટ પર શ્રીરામ નેનેએ કમેન્ટ કરી, ‘ટુ ધ લવ ઑફ માય લાઇફ, હૅપી-વેડિંગ ઍનિવર્સરી. એવું લાગે છે કે હજી ગઈ કાલની જ વાત છે કે આપણે આપણી જર્નીની શરૂઆત કરી છે. આપણા દીકરાઓ હવે કૉલેજમાં છે. હજી અનેક વર્ષો સુધી આપણે સાથે મળીને ઘણી યાદગાર બાબતો કરવાનાં છીએ.’
હવે મારી ઓળખ સુંદર યુવતીની સાથોસાથ ટૅલન્ટેડ તરીકે થાય છે : કરિશ્મા તન્ના
કરિશ્મા તન્નાને તેની સિરીઝ ‘સ્કૂપ’ માટે બેસ્ટ લીડ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. તેનું માનવું છે કે તેને હવે લોકો સુંદર યુવતીની સાથોસાથ ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે પણ ઓળખે છે. કરિશ્માને બુસાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૩માં આ અવૉર્ડ મળ્યો છે. આ સિરીઝમાં તે જિજ્ઞા વોરાના રોલમાં જોવા મળી હતી. એમાં તેની સાથે મોહમ્મદ ઝીશાન ઐયુબ, હરમન બાવેજા, પ્રોસનજિત ચૅટરજી અને દેવેન ભોજાણી પણ જોવા મળ્યા હતા. લોકોની ધારણા હવે બદલાઈ ગઈ હોવાનું જણાવતાં કરિશ્માએ કહ્યું કે ‘ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ જીતવો એ મારા માટે મોટી બાબત છે. મને એ વાતની ખુશી છે કે મને ‘સ્કૂપ’ને કારણે આ તક મળી છે. હું હંમેશાં એવો રોલ કરવા માગતી હતી જે ચૅલેન્જિંગ હોય. હું એવું કરવા માગતી હતી જે મને એક્સાઇટ કરે. આ જ કારણ છે કે હું વધારે પ્રોજેક્ટમાં નહોતી દેખાતી. અત્યાર સુધી લોકો મને ઇન્ડસ્ટ્રીની માત્ર સુંદર યુવતી ગણતા હતા. હવે લોકો મને સુંદર યુવતીની સાથે ટૅલન્ટેડ ઍક્ટ્રેસ તરીકે પણ ઓળખે છે એથી મને ખુશી થાય છે. લોકો હવે મને અલગ રીતે જુએ છે. મને એ વાતની ખુશી છે કે મને મારી ટૅલન્ટને સાબિત કરવાની તક મળી.’