રશ્મિકા માટે સ્ટ્રેચિંગ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, મેગા ફૅમિલી સેલિબ્રેશન
સીએ અજિત પેંડસેએ, આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાનાને રામમંદિરનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરીએ રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા છે. આ માટે ઘણી સેલિબ્રિટીઝને આમંત્રિત કરવામાં આવી છે. આયુષમાનને પણ આ માટે આમંત્રણ મળ્યું છે. આરએસએસના મુંબઈ મહાનગર સંપર્ક પ્રમુખ સીએ અજિત પેંડસેએ આ આમંત્રણ આયુષમાનને આપ્યું છે.
મેગા ફૅમિલી સેલિબ્રેશન
ADVERTISEMENT
રામચરણ અને તેની પત્ની ઉપાસનાએ તેમની ફૅમિલી અને ક્લોઝ ફ્રેન્ડ સાથે બૅન્ગલોરમાં મકરસંક્રાન્તિ સેલિબ્રેટ કરી હતી. ચિરંજીવીને મેગા સ્ટાર તરીકે ઓળખવામાં આવે છે અને તેઓ પણ આ સેલિબ્રેશનમાં હાજર હતા. તેમની સાથે વરુણ તેજ અને લાવણ્યા પણ હાજર હતાં. તેમણે આ દરમ્યાન ભોજનની લિજ્જત પણ માણી હતી. ઉપાસનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શૅર કર્યો હતો. ફોટોમાં મેમ્બર્સને જોઈને આ ખરેખર મેગા ફૅમિલી લાગે છે.
રશ્મિકા માટે સ્ટ્રેચિંગ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ
રશ્મિકા મંદાનાનું કહેવું છે કે સ્ટ્રેચિંગ ખૂબ જ મહત્ત્વનું છે. રશ્મિકા સોશ્યલ મીડિયા પર ખૂબ જ ઍક્ટિવ રહે છે. તે તેની પર્સનલ લાઇફ વિશે તેના ચાહકો સાથે શૅર કરતી રહે છે તેમ જ તેમને મોટિવેટ પણ કરતી રહે છે. રશ્મિકા ફિટનેસને લઈને પણ ખૂબ જ સજાગ રહે છે. તેણે હાલમાં જ તેનો એક ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે જિમમાં જોવા મળી રહી છે અને કસરત કરી રહી છે. આ ફોટો શૅર કરતાં રશ્મિકાએ કૅપ્શન આપી હતી કે ‘સ્ટ્રેચિંગ કરવાનું ક્યારેય ભૂલવું નહીં. સ્ટ્રેચિંગ તમારા બૉડી માટે સારું છે અને તમારી વૃદ્ધાવસ્થાને તમે ફેવર કરી રહ્યા છો એમ સમજવું. આથી સ્ટ્રેચિંગ કરવું ક્યારેય ભૂલવું નહીં. દરેકને સુપ્રભાત.’