Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઈમપાસ : ચાલુ બાઇકે ટાઇટૅનિક પોઝ આપ્યો અક્ષયકુમારે

ટોટલ ટાઈમપાસ : ચાલુ બાઇકે ટાઇટૅનિક પોઝ આપ્યો અક્ષયકુમારે

Published : 06 July, 2024 01:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વિડિયોમાં તે બાઇક ચલાવી રહ્યો છે અને તેની ‘સરફિરા’ની ડિરેક્ટર સુધા કોંગારા સાથે પોઝ આપી રહ્યો છે.

અક્ષય કુમાર

અક્ષય કુમાર


અક્ષયકુમાર સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. તેણે હાલમાં ચાલતી બાઇકે ટાઇટૅનિક પોઝ આપ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર તેણે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોમાં તે બાઇક ચલાવી રહ્યો છે અને તેની ‘સરફિરા’ની ડિરેક્ટર સુધા કોંગારા સાથે પોઝ આપી રહ્યો છે. આ વિડિયો શૅર કરીને અક્ષયે કૅપ્શન આપી હતી, ‘સુધા કોંગારા, જન્મદિનની શુભેચ્છા. આપણે ‘સરફિરા’ના શૂટિંગ દરમ્યાન જે મસ્તી કરી હતી એવો જ દિવસ તારો ગયો હોય એવી આશા રાખું છું. તારી ડિરેક્ટર તરીકેની જેટલી ઉત્તમ સ્કિલ છે એટલું જ ઉત્તમ તારું આ વર્ષ જાય એવી શુભેચ્છા. તા.ક. ટ્રોલિંગ કરવાની જેમને મજા આવે છે તેમને જણાવવા માગું છું કે અમારા શૂટિંગ વખતનો આ વિડિયો છે. રસ્તા પર જ્યારે પણ જાઓ ત્યારે હેલ્મેટ પહેરજો.’


કુબેરનો ખજાનો હાથ લાગ્યો રશ્મિકાને : ફિલ્મ કુબેરનો ફર્સ્ટ લુક છે રહસ્યથી ભરપૂર




રશ્મિકા મંદાનાની અલગ-અલગ ફિલ્મો અને તેનો હટકે પર્ફોર્મન્સ લોકોને ગમી જાય છે. તે સાઉથની ફિલ્મોની સાથે હિન્દીમાં પણ કામ કરે છે. હવે તેની આગામી ફિલ્મ ‘કુબેર’નો ફર્સ્ટ લુક ગઈ કાલે શૅર કરવામાં આવ્યો છે. એમાં દેખાય છે કે તે જંગલમાં જમીન ખોદી રહી છે અને તેને પૈસાથી ભરેલી સૂટકેસ મળે છે જેને લઈને તે ત્યાંથી નીકળે છે. આ નોટોથી ભરેલી બૅગનું શું રહસ્ય છે એ તો ફિલ્મ જોયા બાદ જ જાણ થશે. આ ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેની સાથે નાગાર્જુન, ધનુષ અને જિમ સર્ભ પણ દેખાશે. ફિલ્મમાં રશ્મિકાનો રોલ અનેક સરપ્રાઇઝિસ લઈને આવવાની છે. ફિલ્મ ક્યારે રિલીઝ થશે એની માહિતી આપી નથી.

બે લેજન્ડ્સ એક ફ્રેમમાં


તામિલ સુપરસ્ટાર રજનીકાન્ત અને તેલુગુ સ્ટાર મોહન બાબુની મુલાકાત ફ્લાઇટમાં થઈ હતી. એથી આ બન્ને જૂના મિત્રોની ખુશીની કોઈ સીમા ન રહી. બન્ને હૈદરાબાદ ઍરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. રજનીકાન્ત હૈદરાબાદમાં તેમની આગામી ફિલ્મ ‘કૂલી’નું શૂટિંગ કરવા પહોંચ્યા છે. એ મુલાકાતને યાદગાર બનાવવા માટે મોહન બાબુએ ફોટો ક્લિક કર્યો હતો અને એને સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યો હતો. ૭૦ના દાયકામાં આ બન્નેએ ફિલ્મોમાં સાથે શરૂઆત કરી હતી. બન્નેના ફૅન્સ પણ વિશાળ સંખ્યામાં છે. આ બન્નેએ છેલ્લે ૧૯૯૫માં આવેલી તેલુગુ ફિલ્મ ‘પેદરયુદુ’માં સાથે કામ કર્યું હતું. મોહન બાબુની ફિલ્મની વાત કરીએ તો તેઓ ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘શાકુંતલમ’માં જોવા મળ્યા હતા.

સોશ્યલ મીડિયામાં ફેમસ કુમારી આન્ટીને મળવા હૈદરાબાદ પહોંચી ગયો સોનુ સૂદ : નારી સશક્તીકરણને આપ્યું તેણે પ્રોત્સાહન

સોશ્યલ મીડિયામાં કુમારી આન્ટીના નામે ફેમસ થયેલી દસારી સાઈ કુમારીને મળવા માટે સોનુ સૂદ હૈદરાબાદ ગયો હતો. કુમારી આન્ટી રસ્તા પર ફૂડ-સ્ટૉલ ચલાવે છે અને સ્વાદિષ્ટ ભોજન લોકોને પીરસે છે. કુમારી આન્ટીને મળવાનો વિડિયો સોનુએ શૅર કર્યો છે. એ વિડિયોમાં દેખાય છે કે સોનુને મળવા માટે લોકોની ભીડ ઊમટી પડે છે. એ વિડિયોમાં સોનુ કહી રહ્યો છે, ‘આ એક આત્મનિર્ભર મહિલા છે. આપણે જ્યારે નારી સશક્તીકરણની વાત કરીએ છીએ ત્યારે આપણે પરિવાર માટે દરેકે કઈ રીતે કામ કરવું જોઈએ એની ચર્ચા કરીએ છીએ અને કુમારી આન્ટી એનું ઉત્તમ ઉદાહરણ છે.’ એ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સોનુએ કૅપ્શન આપી, ‘કુમારી આન્ટી દરેક મહિલાની અંદર રહેલી મજબૂતી અને શક્તિનું ઉદાહરણ છે. આપણે સાથે મળીને તેમની પ્રશંસા કરીએ અને તેમના કામને સપોર્ટ કરીને તેમને વધુ સશક્ત બનાવીએ.’

Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK