હવે આ બન્ને ફરીથી સાથે દેખાય એવી શક્યતા છે
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફ
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ ૧૧ એપ્રિલે રિલીઝ થઈ હતી. હવે આ બન્ને ફરીથી સાથે દેખાય એવી શક્યતા છે. ‘બડે મિયાં છોટે મિયાં’માં પહેલી વખત આ બન્ને સાથે દેખાયા હતા. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કાંઈ ખાસ કમાલ નહોતી દેખાડી શકી. તેઓ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેઇન’માં પણ સાથે દેખાવાના છે. આ સિવાય પણ અક્ષયકુમાર અને ટાઇગર વધુ એક ફિલ્મમાં દેખાવાના છે. એ ફિલ્મ વિશે વધુ માહિતી નથી મળી શકી. જોકે એ ફિલ્મ ઍક્શનથી ભરપૂર હશે એમાં કોઈ શંકા નથી.
નૈતિકનો નવો લુક કેવો લાગે છે?
ADVERTISEMENT
દાંડિયાકિંગ નૈતિક નાગડાએ તાજેતરમાં જ બળબળતા ઉનાળાને અનુરૂપ શૉર્ટ હેરવાળો સમર-લુક અપનાવ્યો છે જે તેના ચાહકોને ગમી રહ્યો છે. નૈતિક કહે છે, ‘મેં પહેલી જ વાર આ બઝ કટ કરાવી છે અને આઇ ઍમ હૅપી કે લોકો એ પસંદ કરી રહ્યા છે.’
પહેલી મેએ દાદરની હાઇ-એન્ડ રેસ્ટોરાં બૅસ્ટિઅન ઍટ ધ ટૉપમાં વાઇફ ઇશિતા સાથે અને આદિત્ય ગઢવી સાથે તેની ૨૭ માર્ચની મુંબઈની કૉન્સર્ટ વખતે નૈતિક નાગડા.
હસબન્ડને છોડીને બહેનો સાથે ફરી રહી છે તાપસી
તાપસી પન્નુએ બૅડ્મિન્ટન કોચ મથાયસ બો સાથે ઉદયપુરમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં છે. હવે તાપસી તેના હસબન્ડને છોડીને ઍમ્સ્ટરડૅમમાં તેની બહેનો શગુન અને ઇવાનિયા સાથે ફરી રહી છે. તાપસીએ હજી સુધી તેનાં લગ્નના ફોટો સોશ્યલ મીડિયામાં શૅર નથી કર્યા. માત્ર તેણે એટલો જ ખુલાસો કર્યો હતો કે તેણે ડિઝાઇનર લેહંગા નહીં, પરંતુ ટ્રેડિશનલ સલવાર-કમીઝ પહેર્યાં હતાં. પોતાની ઍમ્સ્ટરડૅમની ટ્રિપના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી, ‘હું મારી મરજી પ્રમાણે ઍમ્સ્ટરડૅમ ફરી રહી છું. કનૅલ, સાઇક્લિંગ અને સિબલિંગ.’
ફૅશન કા હૈ યે જલવા
મુંબઈમાં શુક્રવારે આયોજિત એક ફૅશન-શોમાં બ્યુટિફુલ ઍક્ટ્રેસિસે રૅમ્પ-વૉક કર્યું હતું અને પોતાની અદાથી ઇવેન્ટમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. વિવિધ ફૅશન-ડિઝાઇનર્સના કલેક્શનને ઍક્ટ્રેસિસે દેખાડ્યાં હતાં. એમાં હાજર રહીને મલાઇકા અરોરા, કરિશ્મા કપૂર અને મૃણાલ ઠાકુરે તેમની સુંદરતાથી સૌને પોતાના કાયલ કર્યા હતા.
લાફ્ટર શેફ્સ લાવી રહ્યો છે કૃષ્ણા અભિષેક
‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ હવે પૂરો થવાનો છે અને કૃષ્ણા અભિષેકે તેના આગામી શો ‘લાફ્ટર શેફ્સ’ની જાહેરાત કરી છે. આ શોમાં તેની સાથે તેની વાઇફ કાશ્મીરા શાહ પણ જોવા મળવાની છે. એની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કૃષ્ણા અભિષેકે કૅપ્શન આપી, ‘લગનેવાલી હૈ જલ્દ હી એન્ટરટેઇનમેન્ટ કી દાવત, સેલિબ્રિટીઝ કે કિચન મેં આનેવાલી હૈ આફત. દેખિએ ‘લાફ્ટર શેફ્સ’. અનલિમિટેડ એન્ટરટેઇનમેન્ટ જલ્દ હી સિર્ફ કલર્સ ટીવી ઔર જિયો સિનેમા પર.’