Total Timepaas: ટ્રેઇનિંગ લઈ રહી છે કંગના, અજમેરમાં જોવા મળી એકતા
રિદ્ધિ અને મોનિકા સાથે અજમેરમાં એકતા
વર્દીને લાયક બનવા માટે ટ્રેઇનિંગ લઈ રહી છે કંગના
ADVERTISEMENT
કંગના રનોટ તેની આગામી ફિલ્મ ‘તેજસ’ માટે અથાક મહેનત કરી રહી છે. આ ફિલ્મમાં તે ઇન્ડિયન ઍરફોર્સ પાઇલટની ભૂમિકામાં જોવા મળશે. પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે તે સખત ટ્રેઇનિંગ લઈ રહી છે. સર્વેશ મેવાડા ફિલ્મના ડિરેક્ટર છે. કંગનાએ ટ્રેઇનિંગની નાનકડી ક્લિપ શૅર કરી છે, જેમાં તે નેટ પર ચડી રહી છે. સલામતીનું ધ્યાન રાખતાં આસપાસ ટ્રેઇનર પણ છે. આ ક્લિપને ટ્વિટર પર શૅર કરીને કંગનાએ ટ્વીટ કર્યું હતું, ‘માત્ર યુનિફૉર્મ પહેરવો જ પૂરતું નથી. તેમના લોખંડના સ્નાયુમાં અને સ્ટીલની નસોમાં એવું તે શું છે એ જાણવા માટે તેમના જેવી જ અથાક મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. આ વર્દીને લાયક બનવા માટે ટ્રેઇનિંગ લઈ રહી છું. જય હિન્દ.’
લાંબી બીમારી બાદ ગૌહર ખાનના પિતાનું મૃત્યુ
ગૌહર ખાનના પિતા ઝફર અહમદ ખાનનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. તેઓ હૉસ્પિટલમાં દાખલ હતા અને સારવાર દરમ્યાન તેમનું નિધન થયું છે. જોકે તેમની માંદગી વિશે વધુ જાણી નથી શકાયું. પિતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌહરે કૅપ્શન આપી હતી કે ‘માય હીરો. તમારા જેવી વ્યક્તિ કોઈ ન હોઈ શકે. મારા પિતાનું અવસાન થયું છે અને તેઓ હંમેશાં માટે હવે એન્જલ બની ગયા છે. અલ્હમદુલીલ્લાહ. તેઓ નિધન બાદ તેમની સુંદર લાઇફ અને સારા આત્માનો વારસો આપતા ગયા છે. આઇ લવ યુ સો મચ. પાપા, હું તમારી જેવી જ છું. આમ છતાં તમારી મહાન પર્સનાલિટીનો એક ટકો પણ હું ન બની શકું. તેમના માટે દુઆ કરજો.’
રિદ્ધિ અને મોનિકા સાથે અજમેરમાં એકતા
એકતા કપૂર તેના નવા શો ‘ધ મૅરિડ વુમન’ના લૉન્ચ પહેલાં શોની ઍક્ટ્રેસ રિદ્ધિ ડોગરા અને મોનિકા ડોગરા સાથે અજમેર શરીફ ગઈ હતી. શોની સફળતા માટે એકતા ત્યાં મન્નત માગવા ગઈ હતી.

