Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ: કાજોલ બની મહારાજ્ઞી

ટોટલ ટાઇમપાસ: કાજોલ બની મહારાજ્ઞી

29 May, 2024 11:22 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કહેવાતા બૉયફ્રેન્ડ સાથે મૅચિંગ કપડાંમાં ખુશી કપૂર; શાહિદે ખરીદી ૫૮.૬૬ કરોડની પ્રૉપર્ટી અને વધુ સમાચાર

ફિલ્મનો સીન

ફિલ્મનો સીન


કાજોલ અને પ્રભુ દેવા ૨૭ વર્ષ પછી સાથે કામ કરી રહ્યાં છે અને એ ફિલ્મનું નામ ‘મહારાજ્ઞી : ક્વીન ઑફ ક્વીન્સ’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે નસીરુદ્દીન શાહ, સંયુક્તા મેનન, જિશુ સેનગુપ્તા અને આદિત્ય સીલ પણ જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગનું પહેલું શેડ્યુલ પૂરું થઈ ગયું છે અને એનું ટીઝર ગઈ કાલે જ શૅર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પાવરનો ખેલ છે અને કાજોલ સૌથી પાવરફુલ રોલમાં જોવા મળશે. આ હાઈ-બજેટ ફિલ્મને હર્મન બવેજા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.


આવી ગયાં છે પુષ્પા ઍન્ડ શ્રીવલ્લી




અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા 2 : ધ રૂલ’નું નવું ગીત આજે રિલીઝ કરવામાં આવશે. અલ્લુ અર્જુનનું સિંગલ ફર્સ્ટ સૉન્ગ રિલીઝ થઈ ગયું છે અને એને ખૂબ જ પસંદ પણ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું બીજું ગીત ‘ધ કપલ સૉન્ગ’ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે એ રોમૅન્ટિક ગીત કરતાં ડાન્સ ટ્રૅક હોય એવા ચાન્સ વધુ છે. પંદરમી ઑગસ્ટે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના બીજા ગીતનું પોસ્ટર ગઈ કાલે જ શૅર કરવામાં આવ્યું હતું.

રસ્તા પરનો કચરો સાફ કર્યો મલાઇકાએ: જાગરૂકતા કે પબ્લિસિટી સ્ટન્ટ? સોશ્યલ મીડિયા પર યુઝર્સનો સવાલ


મલાઇકા અરોરા હાલમાં જ રસ્તા પરથી કચરો ઉઠાવતી જોવા મળી હતી. તે બાલી વેકેશન માટે ગઈ હતી, જેના ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ત્યાંથી આવીને તેણે ફરી ફિટનેસ પર ફોકસ શરૂ કરી દીધું છે. તે ગઈ કાલે સવારે તેના જિમની બહાર જોવા મળી હતી. આ જિમના ગેટ પાસે કચરો પડ્યો હતો એને મલાઇકા હાથથી ઊંચકીને સાઇડ પર કરતી જોવા મળી હતી. આ વિડિયોને લઈને સોશ્યલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે તે ખરેખર જાગરૂક છે અને જાગરૂકતા ફેલાવી રહી છે કે પછી આ બધું પબ્લિસિટી માટે છે.

ગદાધારી અનુપમ ખેર

અનુપમ ખેરે સોમવારે મુંબઈમાં બાળકો સાથેની ઇવેન્ટમાં હાજરી આપી હતી. ઍનિમેટેડ ફિલ્મ ‘છોટા ભીમ ઍન્ડ ધ કર્સ ઑફ દમયાન’ના સૉન્ગ-લૉન્ચમાં અનુપમ ખેરે પણ હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં તેમણે બાળકો સાથે મસ્તી કરવાની સાથે ભીમની ગદા સાથે પોઝ પણ આપ્યો હતો. આ ઇવેન્ટમાં અનુપમ ખેરે કહ્યું હતું કે તેમને ડાન્સ કરતાં બિલકુલ નથી આવડતું. અનુપમ ખેર પાંચ વર્ષના હતા ત્યારે વાનરસેનામાં એક પાત્ર ભજવ્યું હતું ત્યારે પહેલી વાર ગદા પકડી હતી. ત્યાર બાદ તેમણે આ ઇવેન્ટમાં ગદા પકડી હતી.

શાહિદે ખરીદી ૫૮.૬૬ કરોડની પ્રૉપર્ટી

શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂતે વરલીમાં એક નવી પ્રૉપર્ટી ખરીદી છે. આ પ્રૉપર્ટીની કિંમત ૫૮.૬૬ કરોડ રૂપિયા છે. આ અપાર્ટમેન્ટ ૫૩૯૫ સ્ક્વેર ફીટનો છે અને એમાં ત્રણ પાર્કિંગ-સ્પૉટ છે. આ ટ્રાન્ઝૅક્શન ૨૧ મેએ કરવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગમાં ૨૮ અપાર્ટમેન્ટ ગયા વર્ષે ડી-માર્ટના માલિક રાધાકિશન દામાણીએ ખરીદ્યા હતા. શાહિદે અગાઉ પણ ઘણી પ્રૉપર્ટી ખરીદી છે. જોકે ઘણું મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એવી તેની આ બીજી પ્રૉપર્ટી છે.

કહેવાતા બૉયફ્રેન્ડ સાથે મૅચિંગ કપડાંમાં ખુશી કપૂર

ખુશી કપૂર તેની બહેન જાહ‍્નવી કપૂરની ફિલ્મ ‘મિસ્ટર & મિસિસ માહી’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં તેના કહેવાતા બૉયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે ગઈ હતી. તેમણે બન્નેએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચીસ’માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ તેઓ બન્ને ઘણી વાર સાથે જોવા મળે છે એટલું જ નહીં, તેમણે બન્નેએ મૅચિંગ કપડાં પણ પહેર્યાં હતાં.

કોસ્ટલ રોડે દિલ જીતી લીધું શ્રદ્ધાનું

શ્રદ્ધા કપૂરનો એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તે લૉન્ગ ડ્રાઇવની મજા માણતી જોવા મળી રહી છે. તે સોમવારે રાતે લૉન્ગ ડ્રાઇવ પર તેની લમ્બોર્ગિની હુરાકૅન લઈને તેની ફ્રેન્ડ સાથે ગઈ હતી. તે કોસ્ટલ રોડ પર ડ્રાઇવ માટે ગઈ હતી, જેનો વિડિયો તેણે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કર્યો હતો. આ વિડિયો સાથે શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી કે ‘લેટ નાઇટ ડ્રાઇવનો પ્રેમ વધી ગયો છે. નવા કોસ્ટલ રોડે તો દિલ જીતી લીધું છે.’

જુમ્મા ચુમ્મા પર પતિ સાથે ડાન્સ કર્યો વિદ્યાએ

વિદ્યા બાલન તેના પતિ સિદ્ધાર્થ રૉય કપૂર સાથે અમિતાભ બચ્ચનના ગીત ‘જુમ્મા ચુમ્મા’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો હાલમાં જ એક વિડિયો વાઇરલ થયો છે જે એક ફૅમિલી ફંક્શનનો છે. આ વિડિયોમાં વિદ્યાની સાથે તેના દિયર આદિત્ય રૉય કપૂર અને કુણાલ રૉય કપૂર પણ ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. પહેલાં વિદ્યા અને સિદ્ધાર્થ ડાન્સ કરે છે, ત્યાર બાદ આદિત્ય આવે છે અને તે કુણાલને પણ ડાન્સ-સ્ટેજ પર લાવે છે.

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2024 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK