પપ્પાની ૨૦ વર્ષ પહેલાંની હેરસ્ટાઇલ કૉપી કરી તૈમુરે?; IPLનો હૅન્ગઓવર થઈ રહ્યો છે શ્રદ્ધા કપૂરને અને વધુ સમાચાર
અજય અને તબુ નવી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’માં
અજય દેવગન અને તબુની આગામી ફિલ્મ ‘ઔરોં મેં કહાં દમ થા’નું પહેલું પોસ્ટર અને ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ પાંચમી જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તેમની સાથે જિમ્મી શેરગિલ, સઈ માંજરેકર અને શાંતનુ મહેશ્વરી પણ લીડ રોલમાં જોવા મળશે. ૨૩ વર્ષના પિરિયડને દેખાડતી આ મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મ છે. ફિલ્મના ટીઝરમાં બન્ને હોળી રમતાં દેખાય છે. ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી, ‘દુશ્મન થે હમ હી અપને. ‘ઔરોં મેં કહાં દમ થા’ થિયેટરમાં પાંચમી જુલાઈએ રિલીઝ થશે.’
પપ્પાની ૨૦ વર્ષ પહેલાંની હેરસ્ટાઇલ કૉપી કરી તૈમુરે?
ADVERTISEMENT
કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર હાલમાં જ નવી હેરસ્ટાઇલમાં જોવા મળ્યો છે. આ હેરસ્ટાઇલ તેના પિતા સૈફ અલી ખાને ૨૦ વર્ષ પહેલાં ‘હમ તુમ’માં રાખી હતી એવી લાગી રહી છે. સોશ્યલ મીડિયા પર યુઝર્સ કહી રહ્યા છે કે તૈમુરે તેના પિતાની ફિલ્મની યાદ અપાવી દીધી છે.
તેં મને કમ્પ્લીટ કર્યો છે : મૅરેજ-ઍનિવર્સરીએ વાઇફ સાથે રોમૅન્ટિક થતાં બૉબીએ કહ્યું...
બૉબી દેઓલ અને તાન્યા દેઓલની મૅરેજ-ઍનિવર્સરી હોવાથી તેમને સોશ્યલ મીડિયામાં ફૅમિલી અને ફ્રેન્ડ્સ તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે. બૉબી અને તાન્યાનાં લગ્ન ૧૯૯૬ની ૩૦ મેએ થયાં હતાં. આ બન્નેનાં લવ-મૅરેજ હતાં. લગ્નજીવન દરમ્યાન તેમને બે દીકરાઓ છે. તાન્યાને મેળવવા માટે બૉબીએ ખૂબ પ્રયાસ કર્યા હતા એટલું જ નહીં, ઘૂંટણિયે આવીને તેને પ્રપોઝ પણ કર્યું હતું. તાન્યા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બૉબી દેઓલે કૅપ્શન આપી, ‘હૅપી ઍનિવર્સરી માય જાન. તેં મને કમ્પ્લીટ કર્યો છે.’
પડતાં-પડતાં બચી પ્રિયંકા
પ્રિયંકા ચોપડા જોનસનો હાલમાં જ એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તે પડતાં-પડતાં બચી ગઈ છે. આ વિડિયોમાં તે હાઈ હીલ્સમાં લિફ્ટમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. જોકે એ દરમ્યાન તેની હીલ્સ ફસાઈ જાય છે અને તે પડતાં-પડતાં બચી જાય છે. ફોટોગ્રાફર્સ લિફ્ટનો દરવાજો બંધ થતો અટકાવવા દોડે છે અને ત્યારે જ પ્રિયંકા જોરથી હસી પડે છે.
IPLનો હૅન્ગઓવર થઈ રહ્યો છે શ્રદ્ધા કપૂરને
શ્રદ્ધા કપૂરને હાલમાં IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)નો હૅન્ગઓવર થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ શાહરુખ ખાનની ટીમ જીતી હતી. છેલ્લા ઘણા દિવસોથી આ ટુર્નામેન્ટ લોકોને એન્ટરટેઇન કરી રહી હતી. જોકે હવે એ પૂરી થતાં એના હૅન્ગઓવર વિશે શ્રદ્ધા કપૂર કહે છે, ‘હું સમજી શકું છું તમારું દુઃખ. IPL પૂરી થતાં લાઇફમાં કંઈ બચ્યું ન હોય એવું લાગે છે. ગરમી પણ ખૂબ જ લાગી રહી છે. મૂડ સારો થઈ શકે એ માટે કંઈ તો હોવું જોઈએ.’
અક્ષયકુમારનો નવો લુક
અક્ષયકુમારે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે નવા લુકમાં જોવા મળી રહ્યો છે. તેના વાળ એકદમ બ્લૅક છે અને દાઢી સંપૂર્ણ વાઇટ છે. તે ૫૬ વર્ષનો છે, પરંતુ તેના ફોટો અને તેની ફિટનેસને જોઈને લાગતું નથી કે તેની આટલી ઉંમર હશે.
જ્વેલરી વગર પણ સુંદર દેખાઈ રહી છે સમન્થા
સમન્થા રુથ પ્રભુ કોઈ પણ પ્રકારની જ્વેલરી વગર પણ ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. હાલમાં જ ઘણી સેલિબ્રિટીઝ કરોડો રૂપિયાની જ્વેલરી એટલે કે નેકલેસ સાથે જોવા મળી હતી. જોકે સમન્થાએ વાઇન કલરના આઉટફિટ સાથે એક પણ જ્વેલરી ન પહેરવાનું નક્કી કર્યું હતું.
ફૅન રડી પડતાં તેને ભેટી પડ્યો કાર્તિક આર્યન
કાર્તિક આર્યન હાલમાં તેની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ને પ્રમોટ કરવા માટે લંડન ગયો છે. આ ફિલ્મ ૧૪ જૂને રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની એક પ્રમોશનલ ઇવેન્ટમાં કાર્તિકને એક છોકરી મળવા આવી હતી. કાર્તિકને જોઈને જ તે રડી પડી હતી અને તે જમીન પર બેસી પડી હતી. તેને તરત જ ઉઠાવી કાર્તિક તેને ભેટી પડ્યો હતો.