Total Timepaas: કૉસ્ચ્યુમ્સને કારણે સેટ પર મોડી પહોંચે છે પ્રિયંકા; કાર્તિક આર્યનને કેમ તલવાર દેખાડી અનીસ બઝ્મીએ? અને વધુ સમાચાર
શાહરુખ ખાન
શાહરુખ ખાન આંખની સર્જરી માટે વિદેશ જવાની ચર્ચા વચ્ચે હાલમાં જ મુંબઈમાં ચશ્માંમાં જોવા મળ્યો હતો. તે ‘પઠાન’ના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની બર્થ-ડે પાર્ટીમાં ગયો હતો. તેણે મુંબઈમાં આંખની સર્જરી કરાવી હતી પરંતુ એ સફળ ન રહેતાં તે વિદેશ જશે એવી ચર્ચા ચાલી હતી.
કૉસ્ચ્યુમ્સને કારણે સેટ પર મોડી પહોંચે છે પ્રિયંકા
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા જોનસને ઘણી વાર સેટ પર જવામાં મોડું થાય છે અને એ માટેનું કારણ છે કૉસ્ચ્યુમ્સ. પ્રિયંકા હાલમાં ઑસ્ટ્રેલિયામાં ‘ધ બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. એ દરમ્યાન તેણે ઘણા સ્ટન્ટ કરવા પડે છે. તેના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘સ્ટન્ટ્સ માટે કેટલાંક પૅડ્સ પહેરવાં પડે છે. કૉસ્ચ્યુમ્સ પહેરવા માટે ઘણો સમય લાગે છે. એ બદલ અસિસ્ટન્ટ ડિરેક્ટર્સની માફી માગું છું.’
કાર્તિક આર્યનને કેમ તલવાર દેખાડી અનીસ બઝ્મીએ?
કાર્તિક આર્યને હાલમાં જ એક ફોટો શૅર કર્યો છે જેમાં અનીસ બઝ્મી તેને તલવાર દેખાડી રહ્યો છે. તેઓ હાલમાં ‘ભૂલભુલૈયા 3’નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી કામ કરી રહ્યાં છે. અનીસ બઝ્મીનો તલવાર દેખાડતો ફોટો ઇન્સ્ટાગ્રામની સ્ટોરી પર શૅર કરીને કાર્તિકે લખ્યું હતું કે ‘મેં જ્યારે કહ્યું કે ૧૫ કલાક થઈ ગયા છે, સર મને ઘરે જવા દો.’
છાવા કપલ
વિકી કૌશલ અને રશ્મિકા મંદાના બુધવારે રાતે નવી દિલ્હીમાં ચાલી રહેલા ઇન્ડિયા કુટ્યુઅર વીકમાં રૅમ્પ વૉક કરતાં જોવા મળ્યાં હતાં. તેઓ ડિઝાઇનર ફાલ્ગુની શેન પીકૉક માટે શો-સ્ટૉપર બન્યાં હતાં. ટ્રેડિશનલ અને કમ્ટેપરરી સ્ટાઇલનું મિશ્રણ તેમનાં કપડાંમાં જોવા મળ્યું હતું. વિકી અને રશ્મિકા બહુ જલદી ‘છાવા’માં સાથે જોવા મળશે.