ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર સુધીમાં પૂરું કરવાની મેકર્સની ઇચ્છા છે.
સની દેઓલ
સની દેઓલે તાજેતરમાં તેની આગામી ફિલ્મ ‘SDGM’ની જાહેરાત કરી હતી. ફિલ્મને આ કામચલાઉ ટાઇટલ આપવામાં આવ્યું હતું. હવે જાણવા મળ્યું છે કે ફિલ્મને ‘જટ્ટ’ નામ આપવામાં આવ્યું છે. ફિલ્મમાં સની દેઓલ સાથે સૈયામી ખેર પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર સુધીમાં પૂરું કરવાની મેકર્સની ઇચ્છા છે. ફિલ્મમાં જબરદસ્ત ઍક્શન જોવા મળશે. સની દેઓલનો રોલ લાર્જર-ધૅન-લાઇફ હશે. ફિલ્મમાં સની દેઓલનો લુક, ઑન-સ્ક્રીન ઇમેજ અને પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને ટીમે ફિલ્મનું ટાઇટલ ‘જટ્ટ’ રાખવાનું નક્કી કર્યું છે. જોકે હજી સુધી ટાઇટલને લઈને મેકર્સ તરફથી સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
કાર્તિકનો શર્ટલેસ ફોટો જોઈને ફૅને કર્યું તેને પ્રપોઝ
ADVERTISEMENT
કાર્તિક આર્યને ઇન્સ્ટાગ્રામ પર તેનો શર્ટલેસ ફોટો શૅર કર્યો છે. એને જોઈને તેના ફૅન્સ તેની પ્રશંસા કરતાં નથી થાકતા. હાલમાં કાર્તિક તેની ‘ચંદુ ચૅમ્પિયન’ની સફળતાને એન્જૉય કરી રહ્યો છે. એ દરમ્યાન આ ફોટો શૅર કરતાં તેની એક ફૅને તો તેને સોશ્યલ મીડિયામાં પ્રપોઝ કર્યું છે. અન્ય ફૅન્સ કહી રહ્યા છે કે તેં ગરમીનો પારો વધારી દીધો છે. તેણે જે ફોટો શૅર કર્યો છે એમાં તે બાલ્કનીમાં ઊભો છે અને વિચારોમાં ગુમ થયેલો દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘મને શુગર ન કહો. આગને સ્પર્શ ન કરો.’
અનુપમ ખેરે વરસાદનો આનંદ માણવા રિક્ષામાં કર્યો પ્રવાસ
અનુપમ ખેર સોશ્યલ મીડિયામાં ખૂબ ઍક્ટિવ રહે છે. તેઓ ક્યારેક મજેદાર વિડિયો શૅર કરે છે તો ક્યારેક પ્રેરણાદાયી સલાહ આપે છે. સાથે જ પોતાની આગામી ફિલ્મોની માહિતી પણ આપે છે. હવે તેમણે રિક્ષામાં પ્રવાસ કરતો પોતાનો વિડિયો શૅર કર્યો છે. પોતાની લક્ઝરી કાર છોડીને તેઓ રિક્ષામાં બેઠા છે. એનું કારણ એ છે કે તેમને મુંબઈના વરસાદનો આનંદ માણવો હતો. એ વિડિયો-ક્લિપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અનુપમ ખેર કહી રહ્યા છે, ‘બારીશ.’

