નિસા અને આરવે લંડનમાં કરી પાર્ટી; ન્યુ યૉર્કમાં દુઆ લીપા સાથે આયુષમાન ખુરાના અને વધુ સમાચાર
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
અક્ષયકુમારને હાથમાં ઇન્જરી જોવા મળી રહી છે. તેની આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’નું શૂટિંગ પૂરું થઈ ગયું છે. જોકે તે ગઈ કાલે મુંબઈમાં જોવા મળ્યો હતો. આ દરમ્યાન તેના હાથમાં તેણે બેલ્ટ પહેર્યો હોવાથી જોઈ શકાય છે કે તેને ઇન્જરી થઈ છે. તેને શૂટિંગ દરમ્યાન ઈજા થઈ છે કે પછી અન્ય કોઈ રીતે એ જાણવા નથી મળ્યું.
ન્યુ યૉર્કમાં દુઆ લીપા સાથે આયુષમાન ખુરાના
ADVERTISEMENT
આયુષમાન ખુરાનાએ બ્રિટિશ બૉર્ન સિંગર દુઆ લીપા સાથેનો ફોટો શૅર કર્યો છે. તેણે હાલમાં ન્યુ યૉર્ક સિટીમાં યોજાયેલી ઍન્યુઅલ ટાઇમ 100 ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટ અમેરિકામાં ગુરુવારે રાતે યોજાઈ હતી. આયુષમાનનું નામ ‘ટાઇમ 100’ લિસ્ટમાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં હૉલીવુડના ઘણા ઍક્ટર્સ અને સિંગરે હાજરી આપી હતી. ઉમા થર્મન અને દેવ પટેલને પણ તે મળ્યો હતો. આ ઇવેન્ટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષમાને કૅપ્શન આપી હતી કે ‘ટાઇમ 100 ગાલા ઇવેન્ટમાં હાજર રહીને સન્માન અનુભવી રહ્યો છું. અમારી જનરેશનના કેટલાક અદ્ભુત આર્ટિસ્ટોને મળીને ખૂબ જ સારું લાગ્યું.’
નિસા અને આરવે લંડનમાં કરી પાર્ટી
અજય દેવગનની દીકરી નિસા અને અક્ષયકુમારનો દીકરો આરવ હાલમાં જ સાથે પાર્ટી કરતાં જોવા મળ્યાં હતાં. તેઓ લંડનમાં પાર્ટી કરી રહ્યાં હતાં અને આ પાર્ટીનો ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ ફેમસ એવા ઓરીએ શૅર કર્યો હતો. નિસા અને આરવ બન્ને હજી કૉલેજ કરી રહ્યાં છે. અક્ષયકુમારે કહ્યું હતું કે તેના દીકરા આરવને ઇન્ડસ્ટ્રીમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી.
ફૅશન કા હૈ યે જલવા
સેલિબ્રિટીઝે તાજેતરમાં મુંબઈમાં થયેલી એક ઇવેન્ટમાં પોતાની અદાનો જાદુ વિખેર્યો હતો. આ ઇવેન્ટમાં રવીના ટંડનને સસ્ટેનેબલ લીડર ઑફ ધ યરનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. રવીના પર્યાવરણ પ્રત્યે લોકોમાં સજાગતા ફેલાવે છે. આ ફંક્શનમાં મલાઇકા અરોરા અને જેનિલિયા દેશમુખ પણ હાજર રહી હતી.
આ શું પહેરીને આવી ભૂમિ?
મુંબઈમાં ગુરુવારે રાતે આયોજિત એક ઇવેન્ટમાં સેલિબ્રિટીઓએ હાજર રહીને ચાર ચાંદ લગાવી દીધા હતા. જોકે સૌથી વધુ ધ્યાન તો ભૂમિ પેડણેકરે ખેંચ્યું હતું. તેણે પહેરેલો આઉટફિટ જોઈને વિચાર આવે કે તે આ શું પહેરીને આવી છે. તેનો બોલ્ડ લુક દેખાયો હતો. સાથે જ આવો અતરંગી ડ્રેસ ઉર્ફી જાવેદની પણ યાદ અપાવે છે.
કૃષ્ણા અભિષેક સાથેના મતભેદ ભુલાવીને તેની બહેન આરતીનાં લગ્નમાં પહોંચ્યો ગોવિંદા
ગોવિંદા અને કૃષ્ણા અભિષેક વચ્ચે ૨૦૧૮થી મતભેદ ચાલી રહ્યા છે. બન્ને પરિવાર વચ્ચે ત્યારથી વાતચીત નહોતી થઈ રહી. કૃષ્ણા અભિષેકની બહેન આરતી સિંહનાં ગુરુવારે દીપક ચૌહાણ સાથે મુંબઈમાં લગ્ન થયાં છે. અનેક સેલિબ્રિટીઝ તેમનાં લગ્નમાં સામેલ થઈ હતી. બન્નેને આશીર્વાદ આપવા ગોવિંદા તેના દીકરા યશવર્ધન સાથે પહોંચ્યો હતો. જોકે તેની વાઇફ સુનીતા આહુજા લગ્નમાં હાજર નહોતી રહી. કૃષ્ણા અગાઉ કહી ચૂક્યો છે કે તેણે લગ્નનું કાર્ડ સૌથી પહેલાં મામા ગોવિંદાને આપ્યું હતું. તેની હાજરીથી સૌકોઈ ખુશ થયા હતા. એ વિશે કૃષ્ણા અભિષેક કહે છે, મામા આવ્યા એથી મને ખૂબ ખુશી થઈ.

