ગુરુચરણ સિંહના ફ્રેન્ડ એમ. એસ. સોનીનું કહેવું છે કે તેને કાઉન્સેલિંગની જરૂર છે
ગુરુચરણ સિંહ
ગુરુચરણ સિંહ હાલમાં તેની ‘મિસિંગ’ હોવાની ફાઇલ બંધ કરવા પર ફોકસ કરી રહ્યો છે. એક વાર એ ફાઇલ બંધ થયા બાદ તે આ વિશે વાત કરશે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ ૨૨ એપ્રિલે મિસિંગ થયો હતો. તે તેના દિલ્હીના ઘરેથી મુંબઈ જવા માટે નીકળ્યો હતો, પરંતુ તે ત્યાં નહોતો પહોંચ્યો અને તેનો ફોન પણ બંધ હતો. તે ૧૭ મેએ ઘરે આવ્યો હતો. ઘરે આવ્યાના થોડા દિવસ બાદ તેની તબિયત પણ ખરાબ થઈ ગઈ હતી. ગુરુચરણ સિંહના ફ્રેન્ડ એમ. એસ. સોનીનું કહેવું છે કે તેને કાઉન્સેલિંગની જરૂર છે. ગુરુચરણના પિતાએ પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ કરી હતી. આ વિશે વાત કરતાં ગુરુચરણ કહે છે, ‘મારો કેસ હજી બંધ થવાનો બાકી છે. કેટલીક ફૉર્માલિટીઝ પૂરી થઈ ગઈ છે અને કેટલીક બાકી છે. એક વાર એ પૂરી થઈ ગયા બાદ હું આ બાબતે દરેક સાથે વાત કરીશ.’