તે હવે ‘સાસ બહૂ ઔર ફ્લૅમિંગો’માં સાવિત્રીનું પાત્ર ભજવી રહી છે.
ડિમ્પલ કાપડિયા
ડિમ્પલ કાપડિયાનું કહેવું છે કે સમય આવી ગયો છે કે મહિલાઓને પણ એવા ચાન્સ મળે કે તેઓ પોતાનું કૌશલ્ય પુરવાર કરી શકે. તે હવે ‘સાસ બહૂ ઔર ફ્લૅમિંગો’માં સાવિત્રીનું પાત્ર ભજવી રહી છે. સાવિત્રી એક કંપનીની માલિક છે અને તે આ કંપની પાછળ ડ્રગ્સનો બિઝનેસ કરતી હોય છે. આ વિશે વધુ જણાવતાં ડિમ્પલ કાપડિયાએ કહ્યું કે ‘આ પાત્ર ભજવવું ખૂબ જ મજાનું હતું. આપણે હંમેશાં જોયું છે કે પુરુષો જ પાવરફુલ રોલ ભજવતા જોવા મળે છે. સમય આવી ગયો છે કે મહિલાઓને પણ એવા ચાન્સ મળે જેમાં તેઓ પોતાનું કૌશલ્યનું પુરવાર કરી શકે. તમે વ્યક્તિ તરીકે કેવા છો એનો સ્વીકાર કરો અને ત્યાર બાદ સ્ક્રીન પર દરેક વસ્તુને રજૂ કરવા માટે એનો ઉપયોગ કરો. એવી ઘણી ફિલ્મો છે જેમાં મહિલાઓનાં પાત્રને ખૂબ જ સ્ટ્રૉન્ગ દેખાડવામાં આવ્યાં છે. તેમના પાત્રમાં ઘણાં લેયર્સ અને ઇમોશન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમયની સાથે આપણો પણ વિકાસ થઈ રહ્યો છે અને સ્ટ્રીમિંગ સર્વિસને કારણે કન્ટેન્ટને દુનિયા સુધી પહોંચાડી શકાય છે, પરંતુ એ માટે ચોક્કસ ક્રીએટરની જરૂર છે બસ.’