ગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?
નોરા ફતેહી
ટાઇગર શ્રોફ સાથે ‘ગણપત’માં નૂપુર સેનન અને નોરા ફતેહી જોવા મળે એવી શક્યતા છે. આ ફિલ્મમાં ટાઇગર મુંબઈના એક બૉક્સરની ભૂમિકામાં જોવા મળશે એવી ચર્ચા છે, જે જાતમહેનતે સફળતા મેળવે છે. હવે એવું સાંભળવા મળ્યું છે કે નૂપુર પહેલી ફીમેલ લીડ હશે તો નોરા બીજી ફીમેલ લીડ હશે. નૂપુરે અક્ષયકુમાર સાથેના ગીત દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. જોકે તેણે એક પણ ફિલ્મમાં કામ નથી કર્યું. આ તેની પહેલી ફિલ્મ બની શકે છે. ડિરેક્ટર વિકાસ બહલની આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થશે. નૂપુર અને નોરાના રોલ વિશે વધુ માહિતી મળી શકી નથી. જોકે ટાઇગરે પોતાના પાત્ર માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

