ટાઇગરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી
ટાઇગર શ્રોફ
કરણ જોહરની ટીમ ધર્મા કૉર્નરસ્ટોન એજન્સી ટૅલન્ટ અને ધર્મા પ્રોડક્શન્સ સાથે ટાઇગર શ્રોફ જોડાઈ ગયો છે. એ વાતની માહિતી કરણ જોહરે આપી છે. એને લઈને કરણે જણાવ્યું કે સારા ટાઇમની શરૂઆત થઈ ચૂકી છે. ટાઇગરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘ગર્વ, પ્રેમ, ઉત્સાહ અને સારી એનર્જીની સાથે કેટલાક સૉલિડ ન્યુઝ તમને આપી રહ્યા છીએ. ટાઇગર શ્રોફ હવે અમારી ધર્મા કૉર્નરસ્ટોન એજન્સી ટૅલન્ટ અને ધર્મા પ્રોડક્શન્સમાં સામેલ થઈ ગયો છે. અમે બધા ખૂબ જોશમાં આવી ગયા છીએ અને સાથે કામ કરવા માટે તત્પર છીએ. સીટી બજાઓ. સારા ટાઇમની શરૂઆત થઈ ચૂકી છે.’