આ વર્ષ સ્પેશ્યલ લાગે છે નવાઝુદ્દીનને
આ વર્ષ સ્પેશ્યલ લાગે છે નવાઝુદ્દીનને
નવાઝુદ્દીન સિદ્દીકીને ૨૦૨૦નું વર્ષ સ્પેશ્યલ લાગી રહ્યું છે. આ વર્ષે લૉકડાઉનને કારણે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફિલ્મો અને વેબ-સિરીઝ રિલીઝ કરવામાં આવી હતી. નવાઝુદ્દીને ‘રાત અકેલી હૈ’માં જટીલ યાદવનું અને ‘સિરિયસ મૅન’માં અય્યાન મણીનું પાત્ર ભજવ્યું હતું. આ બન્ને રોલ હટકે હતા. એથી આ ભૂમિકાને કારણે સ્પેશ્યલ વર્ષ હોવાનું જણાવતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે ‘મારા માટે આ વર્ષ સ્પેશ્યલ છે કેમ કે મેં એકદમ અલગ એવા જટીલ યાદવ અને અય્યાન મણીનું પાત્ર ભજવ્યું હતું. તેમણે અલગ વિચારધારા અને અલગ પ્રકારના વર્તનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એને કારણે બન્ને અલગ તરી આવે છે. દર્શકો તરફથી જે પ્રેમ અને પ્રશંસા મળી છે એનો હું આભારી છું. એક કલાકાર માટે તો પોતાની કળાને વધુ નિખારવાની જર્ની કદી પણ સમાપ્ત નથી થતી. મારું સદ્ભાગ્ય છે કે મને ઇન્ડસ્ટ્રીમાં પ્રેરણાદાયક લોકો સાથે કામ કરવાની તકો મળી છે.’

