રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ બૉક્સ-ઑફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. એવામાં રાજકુમારે ફિલ્મના સેટ પરનો એક ફોટો શૅર કર્યો છે
રાજકુમાર રાવ
રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ બૉક્સ-ઑફિસ પર શાનદાર બિઝનેસ કરી રહી છે. એવામાં રાજકુમારે ફિલ્મના સેટ પરનો એક ફોટો શૅર કર્યો છે, જેમાં તે છોકરીના આઉટફિટમાં દેખાઈ રહ્યો છે. તેનું કહેવું છે કે આ તેનો ફેવરિટ સીન છે જેને ફિલ્મમાં નથી દેખાડવામાં આવ્યો. છોકરીના લુકનો પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમાર રાવે કૅપ્શન આપી, ‘આ ‘સ્ત્રી 2’નો મારો મનપસંદ અને મજેદાર સીન છે જેને નથી દેખાડવામાં આવ્યો. ક્યા આપ લોગ દેખના ચાહતે હૈં યે સીન ફિલ્મ મેં? આપ સબ બતાઓ ડિરેક્ટર અમર કૌશિક કો.’