આ સુપરસ્ટાર્સ જે બન્યા Corona Warriors, જેમણે કર્યું લાખો રૂપિયાનું દાન
સોનૂ સુદ અને હ્રિતિક રોશન તસવીર સૌજન્ય- PR
વર્ષ 2020 સૌથી યાદગાર સાબિત થવાનું છે, કારણકે આ વર્ષે જે પણ બન્યું છે, તે ઘણું કલ્પનીય છે. કોરોના વાઈરસના ફેલાવાથી લાખો લોકોને નુકસાન થયુ. કોરોના વાઈરસના રોગચાળાના લીધે એવી પરિસ્થિતિ આવી ગઈ કે લોકો માટે રહેવા અને ખાવા માટં કંઈક બચ્યું જ નહીં. આવી ગંભીર સ્થિતિમાં કેટલાક રીલ લાઈફ હીરો જે રિયલ લાઈફ હીરો બની ગયા અને આજે અમે તમને એનો પરિચય કરાવવા જઈ રહ્યા છે. આ એવા હીરો છે જેણે લોકો માટે ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેથી તેમને મુશ્કેલી ન આવે અને તેઓ આરામથી જીવી શકે.
સોનૂ સુદ: આ કઠિન વર્ષમાં બૉલીવુડ ફિલ્મોના ખલનાયક સોનૂ સુદ વાસ્તવિક જીવનના હીરો તરીકે ઉભરી આવ્યો અને તેમણે દરેકનું દિલ પણ જીતી લીધું છે. જે મજૂર હતા અને જેમની પાસે એક રૂપિયો પણ નહોતો તેમણે લોકો માટે પરિવહન, આવાસ અને હેલ્પલાઈન નંબરની વ્યવસ્થા કરી હતી. તેમણે પરપ્રાંતિય મજૂરોને સંપૂર્ણ સુવિધાઓ સાથે તેમના ઘરે પહોંચાવ્યા. કોરોના વાઈરસને કારણે લૉકડાઉન થવાને કારણે તે ટ્વિટર પર સતત એક્ટિવ રહ્યા હતા અને લોકોને મદદ કરવાનું ચાલુ રાખ્યું. તેમનું ઉમદા કાર્ય આજે પણ ચાલુ છે.
ADVERTISEMENT
હ્રિતિક રોશન: બૉલીવુડમાં પોતાના ફિટનેસ અને ફૅમસ હ્રિતિક રોશને પણ કોરોના મહામારી દરમિયાન પોતાનુ સમર્થન આપ્યું હતું. તેમણે વડા પ્રધાન અને મુખ્યમંત્રી રાહત ભંડોળ માટે મોટી રકમ દાનમાં આપી. એટલું જ નહીં, તેમણે પોલીસ અધિકારીઓ અને બીએમસી કાર્યકર્તા સહિત COVID19 ફ્રન્ટ લાઇનર્સને સુરક્ષા માટે જરૂરી સામાન ઉપલબ્ધ કરાવ્યો હતો. સામાન્ય લોકો ઉપરાંત હ્રિતિકે પાપારાઝીને આર્થિક સહાય પણ આપી હતી અને તેઓ CINTAA વતી દાન આપવામાં પાછળ નહોતા પડ્યા. આ બધા સિવાય હ્રિતિકે 100થી વધુ ડાન્સર્સના સમર્થનમાં પણ દાન આપ્યું હતું જેમની પાસે કામ નહોતું.
અક્ષયકુમાર: વાસ્તવિક જીવમાં ખિલાડી અને સારા હ્રદય તરીકે ઓળખાતા અક્ષય કુમાર હંમેશા તેમના ઉમદા કાર્યોથી બધાને ખુશ કરે છે. તેમણે પીએમ-કેર ફન્ડમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું અને તે સિવાય તેણે મુંબઈ પોલીસ ફાઉન્ડેશન, બીએમસી અને CINTAA સહિતના ઘણાં ભંડોળમાં પણ ફાળો આપ્યો. આ સાથે તેમણે બૉલીવુડના સૌથી મોટા સંપત્તિ સંગ્રહ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો, જ્યાં રોગચાળાથી પ્રભાવિત લોકો માટે નાણાં એકત્રિત કરવામાં આવ્યા હતા.
સલમાન ખાન : બૉલીવુડમાં દબંગ ખાનના નામથી પ્રખ્યાત સલમાન ખાન ક્યારે પણ દાન કરવામાં પાછળ રહ્યા નથી. તેમના દ્વારા કરવામાં આવેલા ઉમદા કાર્યને દરેક જણ જાણે છે. તેમણે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના ગ્રામજનોને નાણાંકીય સહાયતા કરી, જે ઑલ ઈન્ડિયા સ્પેશિયલ આર્ટિસ્ટ એસોસિએશનના સભ્ય હતા. આ સિવાય તેણે ઘણાં સ્પૉટબૉયને પણ મદદ કરી, જેમની પાસે ખાવા માટે પૈસા નથી. પોતાના બીઈંગ હ્યુમન દ્વારા સલમાન ખાને ગામના લોકો સુધી ખાવાનું પહોંચાડ્યું. ખાવાની સામગ્રી પહોંચાડવા માટે એમણે ફૂડ ટ્રક બીઈંગ હંગરીની શરૂઆત કરી અને એના દ્વારા લોકોનું પેટ ભર્યું.
પ્રભાસ : ફિલ્મ બાહુબલીમાં કામ કરતા કરોડો લોકોના પ્રિય બનનારા પ્રભાસે પણ મદદ કરવામાં કોઈ કસર છોડી નહોતી. પ્રભાસે આંધ્રપ્રદેશના સીએમ રિલીફ ફંડ અને તેલંગાણાના સીએમ રિલીફ ફંડ, કોરોના ક્રાઈસિસ ચેરિટીને 50 લાખનું દાન આપ્યું હતું. આ ઉપરાંત પ્રભાસે વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ફંડમાં 3 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. પ્રભાસે ઈકો પાર્ક માટે 2 કરોડ રૂપિયા આપ્યા છે, જેનું નામ એના પિતા યૂવીએસ રાજુ ગુરૂના નામ પર રાખવામાં આવશે

