ઑન-સ્ક્રીન લોકોને આ ફ્રેશ જોડી જોવા મળશે
ક્રિતી સૅનન
સિદ્ધાર્થ મલ્હોત્રા અને ક્રિતી સૅનન એક લવ-સ્ટોરીમાં સાથે જોવા મળે એવી ચર્ચા છે. ઑન-સ્ક્રીન લોકોને આ ફ્રેશ જોડી જોવા મળશે. તેમની કેમિસ્ટ્રી લોકોને પણ ગમશે. સિદ્ધાર્થનો ઍક્શન અવતાર થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળ્યો હતો. હવે તે આ ફિલ્મમાં રોમૅન્ટિક રોલ કરતો દેખાશે. આ ફિલ્મને દિનેશ વિજનનું પ્રોડક્શન-હાઉસ મૅડૉક ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે અને તાજેતરમાં જ એની ઑફિસની બહાર સિદ્ધાર્થ દેખાયો હતો. જો બધું સમુંસૂતરું પાર પડશે તો મેકર્સ દ્વારા સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે.