Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાર્તિકની લાઇફ-પાર્ટનર ડૉક્ટર હોય એવી ઇચ્છા છે તેની મમ્મીની

કાર્તિકની લાઇફ-પાર્ટનર ડૉક્ટર હોય એવી ઇચ્છા છે તેની મમ્મીની

Published : 20 June, 2024 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્તિક આર્યન તેની મમ્મી માલા તિવારી સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળશે

કપિલના શોમાં કાર્તિક આર્યન મમ્મી સાથે

કપિલના શોમાં કાર્તિક આર્યન મમ્મી સાથે


કાર્તિક આર્યન તેની મમ્મી માલા તિવારી સાથે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં જોવા મળશે. આ શો નેટફ્લિક્સ પર શનિવારે રાતે આઠ વાગ્યે દેખાડવામાં આવશે. એનો પ્રોમો શોના હોસ્ટ કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એમાં કાર્તિક કહે છે કે હું આજે જેટલો નર્વસ થયો છું એટલો તો અગાઉ કદી નથી થયો.


એના પર કપિલ કહે છે કે હા એટલા માટે કે કદાચ તારી મમ્મી કાંઈ કહી ન દે. તો કાર્તિકની મમ્મી કહે છે મૈં જો ભી કહૂંગી સચ કહૂંગી, સચ કે અલાવા કુછ નહીં કહૂંગી.



સાથે જ કાર્તિક ખૂબ જિદ્દી હોવાનું પણ તે જણાવે છે. કાર્તિક તેની મમ્મીને રિક્વેસ્ટ કરે છે કે કુછ તો પૉઝિટિવ બોલ દો.


માલા તિવારી કહે છે કે તેમની ઇચ્છા છે કે કાર્તિકની પાર્ટનર ડૉક્ટર હોય. સ્ટેજ પર કેટલીક ડૉક્ટર્સના તેઓ ઇન્ટરવ્યુ પણ લે છે. એમાં એક ફિઝિયોથેરપિસ્ટ હોય છે. કાર્તિકને ફિઝિયોથેરપિસ્ટની જરૂર ખૂબ પડે છે એવું તેની મમ્મી જણાવે છે. 


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2024 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK