આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર અને આર. માધવન પણ દેખાશે. સી. શંકરન નાયર ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રૅસના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હતા. તેમણે જલિયાંવાલા બાગની ઘટના પાછળની વાસ્તવિકતાને ઉઘાડી પાડવા માટે લડત આપી હતી.
અનન્યા પાંડે
અનન્યા પાંડે આગામી ફિલ્મ ‘ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સી. શંકરન નાયર’માં વકીલના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર અને આર. માધવન પણ દેખાશે. સી. શંકરન નાયર ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રૅસના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ હતા. તેમણે જલિયાંવાલા બાગની ઘટના પાછળની વાસ્તવિકતાને ઉઘાડી પાડવા માટે લડત આપી હતી. ફિલ્મના સેટ પરનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં અક્ષયકુમાર વૅનિટી વૅનમાંથી બહાર આવતો દેખાય છે. બાદમાં તે પાપારાઝી માટે પોઝ આપવા ઊભો રહે છે. તો બીજી તરફ અનન્યા લૉયરના લુકમાં દેખાય છે. તેણે વાઇટ સાડી પર હાફ જૅકેટ પહેર્યું છે. ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યુસ અને કરણ સિંહ ત્યાગીએ ડિરેક્ટ કરી છે.

