સિકંદર’ને આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે
પ્રતીક બબ્બર
સલમાન ખાનની ‘સિકંદર’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને હવે એ ફિલ્મમાં ‘બાહુબલી’માં કટપ્પાના રોલમાં દેખાયેલા સત્યરાજ જોવા મળશે. સાથે જ આ ફિલ્મમાં પ્રતીક બબ્બર પણ લીડ રોલમાં દેખાશે. ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે. આ ફિલ્મને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ અને સાઉથના એ. આર. મુરુગાદોસ ડિરેક્ટ કરી રહ્યા છે. ‘સિકંદર’ને આવતા વર્ષે ઈદ દરમ્યાન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મમાં સત્યરાજ અને પ્રતીકની એન્ટ્રીની જાહેરાત કરતાં ઇન્સ્ટાસ્ટોરી પર સાજિદ નડિયાદવાલાએ લખ્યું કે ‘અમે સત્યરાજ સરનું અમારી ફિલ્મમાં ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. ‘સિકંદર’ની ટીમમાં તમારી એન્ટ્રી અમારા માટે સન્માનની વાત છે. સાથે જ ફરી એક વખત પ્રતીક બબ્બર સાથે કામ કરવાની ખુશી છે. બિગ સ્ક્રીન પર આ સિનેમૅટિક એક્સલન્સનો અનુભવ લોકોને દેખાડવા માટે અમે ખૂબ આતુર છીએ.’