The Sabarmati Report: વિક્રાંત મૅસીની ફિલ્મ ૧૫ નવેમ્બરે થઈ રહી છે રિલીઝ, ફિલ્મ રિલીઝ પહેલા એક્ટર પહોંચ્યો ગોધરા રેલવે સ્ટેશન
ગોધરા સ્ટેશનની મુલાકાતે વિક્રાંત મૅસી
વિક્રાંત મૅસી (Vikrant Massey)ને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ` (The Sabarmati Report)નું બહુપ્રતિક્ષિત ટીઝર થોડા સમય પહેલા રિલીઝ થયું હતું અને તેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ગોધરા કાંડ (Godhra Train Burning) પર આધારિત આ ફિલ્મ ૨૦૦૨ની દુર્ઘટનાને પ્રતિબિંબિત કરે છે જેણે દેશને હચમચાવી દીધો હતો. આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે તેના લીડ અભિનેતા વિક્રાંત મૅસીએ ગોધરા રેલવે સ્ટેશન (Godhra railway station)ની મુલાકાત લીધી છે. સ્ટેશનની મુલાકાત લેતી અભિનેતાની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે.
ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ`નું ટ્રેલર રીલીઝ થયું છે અને તે ખરેખર સનસનાટી મચાવી રહ્યું છે. તે ભારતમાં એક ખૂબ જ દર્દનાક ઘટનાની ઝલક દર્શાવે છે, જેણે સમગ્ર દેશને આંચકો આપ્યો હતો. આ અકથિત ઘટના વિશે જાણવા માટે પ્રેક્ષકો ઉત્સુક છે ત્યારે વિક્રાંત મૅસીની ગોધરા રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાતે આ ફિલ્મ માટે ચાહકો અને પ્રેક્ષકોની ઉત્સુકતામાં વધુ વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે, આ જ સ્ટેશન પર બનેલી વાસ્તવિક ઘટના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.
ADVERTISEMENT
વિક્રાંત મૅસીની ગોધરા સ્ટેશનની વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે, એક્ટરે ડેનિમ્સની સાથે ગ્રે સ્વેટશર્ટ પહેર્યુ છે અને સફેદ બેઝબોલ કેપ સાથે તેને સ્ટાઇલ કર્યું છે. સ્ટેશનની આસપાસ ક્લિક થયેલ વિક્રાંત ખૂબ જ ચિંતિત મૂડમાં હોય તેવું લાગે છે.
ફિલ્મના મુખ્ય અભિનેતા વિક્રાંત મૅસીએ ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લઈને સૌને ચોંકાવી દીધા હતા. આ સ્ટેશન ફિલ્મ માટે વિશેષ મહત્વ ધરાવે છે. ફિલ્મ `ધ સાબરમતી રિપોર્ટ` ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ ગોધરા સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસમાં સર્જાયેલી દુર્ઘટનાની વાર્તા કહે છે. વિક્રાંત મૅસીની ગોધરા રેલ્વે સ્ટેશનની મુલાકાત વાસ્તવમાં ફિલ્મની સફરમાં એક મહત્વપૂર્ણ સ્ટોપ તરીકે જોવામાં આવી રહી છે.
ફિલ્મમાં, અભિનેતા એક અંગ્રેજ પત્રકારની ભૂમિકા ભજવી છે, જે સિસ્ટમનો સામનો કરે છે કારણ કે તે ઇચ્છે છે કે સત્યને આવરી લેવામાં આવે. ફિલ્મમા વિક્રાંતની સાથે રાશી ખન્ના (Raashii Khanna) મુખ્ય ભુમિકામાં છે. રાશી અને વિક્રાંત પત્રકારોની ભૂમિકા ભજવે છે જેઓ ભારતની સૌથી વિવાદાસ્પદ ઘટનાઓ પૈકીની એક પાછળના ક્રૂર સત્યને ઉજાગર કરવા માટે સાથે આવે છે.
આ ફિલ્મ ગુજરાતના ગોધરા નજીક વર્ષ ૨૦૦૨માં સાબરમતી એક્સપ્રેસની આસપાસની દુ:ખદ ઘટનાઓ દર્શાવે છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરમાં તેમના અભિનયએ પહેલેથી જ મજબૂત અસર કરી છે, અને રિલીઝની તારીખની સાથે જ ફિલ્મ માટેની અપેક્ષા વધુ મજબૂત બની છે.
બાલાજી મોશન પિક્ચર્સ (Balaji Motion Pictures), વિકિર ફિલ્મ્સ (Vikir Films) દ્વારા પ્રસ્તુત, `ધ સાબરમતી રિપોર્ટ` શોભા કપૂર (Shobha Kapoor), એકતા આર કપૂર (Ektaa R Kapoor), અમૂલ વી મોહન (Amul V Mohan) અને અંશુલ મોહન (Anshul Mohan) દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ ૧૫ નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.