આ ફિલ્મે શનિવાર સુધીના ૯ દિવસમાં 16.36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
પુષ્કર સિંહ ધામી
ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગઈ કાલે દેહરાદૂનમાં તેમના પ્રધાનમંડળ, વિધાનસભ્યો, ભૂતપૂર્વ સૈનિકો અને કાર્યકર્તાઓ સાથે ‘ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ હતી અને જોયા પછી જાહેર કર્યું હતું કે રાજ્યમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવશે. આ સ્ક્રીનિંગ વખતે તેમની સાથે ફિલ્મનો હીરો વિક્રાંત મેસી પણ ઉપસ્થિત હતો. ફિલ્મના સ્ક્રીનિંગ પહેલાં વિક્રાંત મુખ્ય પ્રધાનને તેમના ઘરે મળવા પણ ગયો હતો. ઉત્તરાખંડ પહેલાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ આ ફિલ્મને ટૅક્સ-ફ્રી જાહેર કરી ચૂક્યા છે. ગોવાના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે પણ ફિલ્મ જોઈને એનાં વખાણ કર્યાં છે અને કહ્યું છે કે અમે પણ આ ફિલ્મને કરમુક્ત કરવા વિશે વિચાર કરી રહ્યા છીએ.
આ ફિલ્મે શનિવાર સુધીના ૯ દિવસમાં 16.36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.