The Kerala Story OTT Release : સુદીપ્તો સેન દિગ્દર્શિત ફિલ્મની OTT રિલીઝની તારીખ આખરે જાહેર કરાઇ
‘ધ કેરલ સ્ટોરી’નું પોસ્ટર
કી હાઇલાઇટ્સ
- દસ મહિના પછી OTT પર ધૂમ મચાવશે ફિલ્મ
- બૉક્સ ઑફિસ પર ‘ધ કેરલ સ્ટોરી’એ કર્યું હતું ૩૦૪ કરોડનું કલેક્શન
- OTT રિલીઝ પર ફેન્સ થયા ખુશખુશાલ
વર્ષ ૨૦૨૩ની સૌથી સફળ ફિલ્મોમાં અદા શર્મા (Adah Sharma) સ્ટારર ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story)નું નામ પણ છે. દર્શકોનું મનોરંજન કરનાર ફિલ્મે કમાણીના મામલે પણ બોક્સ ઓફિસ પર અમીટ છાપ છોડી દીધી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. દરમિયાન, ફિલ્મ રિલીઝના હવે લગભગ એક વર્ષના લાંબા સમય પછી, ‘ધ કેરલ સ્ટોરી’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ (The Kerala Story OTT Release) માટે તૈયાર છે. ચાલો જાણીએ કે આ ફિલ્મ ક્યારે અને ક્યાં ઓનલાઈન સ્ટ્રીમ થશે.
ગયા વર્ષે ૫ મે ૨૦૨૩ના રોજ, દિગ્દર્શક સુદીપ્તો સેન (Sudipto Sen) અને નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ (Vipul Amrutlal Shah)ની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ મોટા પડદા પર રિલીઝ થઈ હતી. ધર્મ પરિવર્તન જેવા ગંભીર મુદ્દાની વાર્તા દર્શાવતી આ ફિલ્મને દર્શકો અને ફિલ્મ વિવેચકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો અને ફિલ્મ સફળ રહી હતી. જો તમે હજી સુધી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ જોઈ નથી, તો હવે તમારી પાસે તેને જોવાની ખાસ તક છે. OTT પ્લેટફોર્મ ઝીફાઇવ (Zee5)એ જાહેરાત કરી છે કે, ‘ધ કેરલ સ્ટોરી’ રિલીઝ થયાના ૧૦ મહિના પછી એટલે કે, ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવશે.
ADVERTISEMENT
The wait is officially over! The most anticipated film is dropping soon on ZEE5!#TheKeralaStory premieres on 16th February, only on #ZEE5#TheKeralaStoryOnZEE5 #VipulAmrutlalShah pic.twitter.com/4mBGyTTp4S
— ZEE5 (@ZEE5India) February 6, 2024
આ જાહેરાતથી ફેન્સ ખુબ જ એક્સાઇટેડ છે અને ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ (The Kerala Story OTT Release)ની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં અદા શર્માની સાથે યોગીતા બિહાની (Yogita Bihani), સોનિયા બાલાની (Sonia Balani), સિદ્ધિ ઇદનાની (Siddhi Idnani) અને દેવદર્શિની ચેતન (Devadarshini Chetan) મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. આ ફિલ્મને સુદીપ્તો સેને ડાયરેક્ટ કરી છે અને ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતલાલ શાહનું છે.
ફિલ્મન ‘ધ કેરલ સ્ટોરી’ની વાર્તા વિશે વાત કરીએ તો, તે કેરળમાં સેટ કરવામાં આવી છે અને તે ત્રણ છોકરીઓની વાર્તા કહે છે... શાલિની (અદા શર્મા), નિમાહ (યોગિતા બિહાની), અને ગીતાંજલિ (સિદ્ધિ ઇદનાની). જેમને તેમની રૂમમેટ, આસિફા (સોનિયા બાલાની) દ્વારા ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવે છે. ધર્મ પરિવર્તનના મુદ્દા પર બનેલી આ ફિલ્મમાં આતંકવાદ અને આતંકવાદી સંગઠનોના મુદ્દાને પણ જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યા છે. એ દર્શાવે છે કે કેવી રીતે પ્રેમના નામે કેરળની હિંદુ અને ખ્રિસ્તી મહિલાઓને લલચાવવા, ધર્માંતરણ કરવા અને યુદ્ધના ક્ષેત્રમાં મોકલવા માટે તેમનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૮-૧૯ની વચ્ચે ચોંકાવનારી ઘટનાઓ બની, જ્યારે કેરળના યુવાનોની સંખ્યા વધીને આતંકવાદી સંગઠનમાં જોડાઈ.
નોંધનીય છે કે, ઓછા બજેટમાં બનેલી ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’એ બૉક્સ ઑફિસથી લઈને વિશ્વભરમાં કમાણીના સંદર્ભમાં સારું પ્રદર્શન કર્યું હતું. એક જાણીતા બૉલિવૂડ પોર્ટલના રિપોર્ટ અનુસાર, ભારત (India)માં અદા શર્માની ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’એ ૨૪૨ કરોડ રૂપિયાનો નેટ બિઝનેસ કર્યો હતો. જ્યારે દુનિયાભરમાં ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ લગભગ ૩૦૪ કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી હતી.