આ ફિલ્મમાં સુબ્રત રૉયની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સ્ટોરી કહેવામાં આવશે.
સુબ્રત રૉય
સહારા ઇન્ડિયા પરિવારના સુબ્રત રૉયની ૭૫મી વરસગાંઠના દિવસે આ ફિલ્મને કોણ ડિરેક્ટ કરશે એની જાહેરાત કરવામાં આવી છે. જયંતીલાલ ગડા અને સંદીપ સિંહ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે અને તેમણે સુદીપ્તો સેન સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મનું નામ ‘સહારાશ્રી’ રાખવામાં આવ્યું છે જેને સુદીપ્તો સેન ડિરેક્ટ કરવાનો છે. આ ફિલ્મમાં સુબ્રત રૉયની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સ્ટોરી કહેવામાં આવશે. તેઓ ખૂબ કન્ટ્રોવર્શિયલ બિઝનેસમૅન તરીકે જાણીતા હતા. નેટફ્લિક્સની ‘બૅડ બૉય બિલ્યનેર’ના એક એપિસોડમાં પણ તેમની સ્ટોરી કહેવામાં આવી હતી. સંદીપ સિંહ આ સિવાય ‘સાવરકર’ અને ‘મૈં અટલ હૂં’ બાયોપિક પર પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું મ્યુઝિક એ. આર. રહમાન આપશે અને ગીત ગુલઝાર લખશે. આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, કલકત્તા અને લંડનમાં કરવામાં આવશે.

