સલમાનની અવરજવર અને તેની ગાડીની સ્પીડ પર પણ ચાંપતી નજર રાખી હતી. બિશ્નોઈ ગૅન્ગે કપિલ પંડિતને આ કામ સોંપ્યું હતું, જેની હાલમાં જ ભારત-નેપાલ બૉર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે.
સલમાન ખાન
ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને તેના પનવેલવાળા ફાર્મહાઉસમાં ખતમ કરવાની યોજના ઘડી હતી. આ વાતનો ખુલાસો પંજાબ પોલીસે કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ગૅન્ગે સલમાનની હત્યાનું બીજી વખત પ્લાનિંગ કર્યું હતું. સલમાનની અવરજવર અને તેની ગાડીની સ્પીડ પર પણ ચાંપતી નજર રાખી હતી. બિશ્નોઈ ગૅન્ગે કપિલ પંડિતને આ કામ સોંપ્યું હતું, જેની હાલમાં જ ભારત-નેપાલ બૉર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે. એના માટે તેણે તેના અન્ય સાગરીતો સંતોષ જાધવ, દીપક મુંડી અને અન્ય શૂટર્સ સાથે મળીને પનવેલમાં એક મકાન ભાડા પર લીધું હતું. દોઢ મહિના સુધી આ લોકો એક મકાનમાં રોકાયા હતા. સાથે જ તેમણે ૪ લાખ રૂપિયાની એક ખાસ રાઇફલ પણ ખરીદી હતી. તેમને તો ત્યાં સુધી માહિતી મળી ગઈ હતી કે હિટ ઍન્ડ રન કેસ બાદ સલમાને તેની ગાડીની સ્પીડ ઘટાડી દીધી હતી. આ માહિતી મળતાં જ સલમાનના બાંદરાના ઘરની બહાર સલામતી-વ્યવસ્થા વધારવામાં આવી છે.
સલમાનને ડિરેક્ટ કરવા માટે ઉત્સાહિત છે અલી અબ્બાસ ઝફર
ADVERTISEMENT
અલી અબ્બાસ ઝફર હવે આગામી ફિલ્મમાં સલમાન ખાનને ડિરેક્ટ કરવા માટે થનગની રહ્યો છે. આ અગાઉ અલી અબ્બાસ ઝફરે ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’ અને ‘ભારત’ જેવી ફિલ્મોમાં સલમાનને ડિરેક્ટ કર્યો હતો. હવે વધુ એક ઍક્શન ફિલ્મમાં આ બન્નેની જોડી લોકોને મનોરંજન પૂરું પાડશે. ફિલ્મનું નામ અને અન્ય કલાકારો વિશે વધુ માહિતી નથી મળી. આ ફિલ્મ વિશે અલી અબ્બાસ ઝફરે કહ્યું કે ‘મારા અગાઉનાં વર્ક કમિટમેન્ટ્સને કારણે હું યશરાજ ફિલ્મ્સની ‘ટાઇગર 3’ ડિરેક્ટ નહોતો કરી શક્યો. જોકે આ ફિલ્મને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું. આ ફિલ્મમાં ખૂબ મજા આવવાની છે.’