આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હૂડા પણ જોવા મળ્યો હતો
આલિયા ભટ્ટ, ઇમ્તિયાઝ અલી, ઐશ્વર્યા રાય બચ્ચન
આલિયા ભટ્ટની ‘હાઇવે’ ૨૦૧૪માં રિલીઝ થઈ હતી. એ ફિલ્મ માટે ડિરેક્ટર ઇમ્તિયાઝ અલીની પહેલી પસંદ ઐશ્વર્યા રાય બચ્ચન હતી. જોકે બાદમાં ઇમ્તિયાઝનો વિચાર બદલાઈ ગયો અને તેણે આલિયાને આ ફિલ્મમાં લીધી હતી. આ ફિલ્મમાં તેની સાથે રણદીપ હૂડા પણ જોવા મળ્યો હતો. આલિયાની કરીઅરમાં આ ફિલ્મ ટર્નિંગ પૉઇન્ટ લઈને આવી. સૌએ વીરાના રોલમાં તેની ઍક્ટિંગની પ્રશંસા કરી હતી. ‘લવ શવ તે ચિકન ખુરાના’ના સ્ક્રીનિંગ દરમ્યાન આલિયા સાથે ઇમ્તિયાઝની મુલાકાત થઈ હતી. એ દરમ્યાન ‘હાઇવે’માં આલિયાને લેવાનો વિચાર આવ્યો હતો. એ વિશે ઇમ્તિયાઝ અલી કહે છે, ‘તેનું ઇમોશનલ લેવલ ખૂબ ઊંચું હતું અને તેની સાથે વાત કરતી વખતે જ હું તેના તરફ આકર્ષાયો હતો. અમારી વચ્ચે ઘર અને સમાજ વચ્ચે ચર્ચા થઈ હતી. તેનો ખરો અવાજ મને એ વખતે સાંભળવા મળ્યો હતો. મને એ વખતે અહેસાસ થયો કે વીરામાં મને જે ઇમોશન્સ જોઈએ છે એ યુવતી હાલમાં મારી સામે ઊભી છે. ફિલ્મમાં મેકઅપ વગર ઐશ્વર્યા ગ્રેટ ચૉઇસ બની હોત, પરંતુ મેં કોઈને અપ્રોચ નહોતા કર્યા.’

