પાર્ટીના વેન્યુ પર મોટો ગેટ બનાવવામાં આવ્યો હતો. જોકે BMCએ એ ગેટ પર વાંધો ઉઠાવ્યો હતો.
ગૌહર ખાન અને ઝૈદ દરબાર
ગૌહર ખાન અને ઝૈદ દરબારના દીકરા ઝેહાનની ફર્સ્ટ વર્ષગાંઠ ગુરુવારે મુંબઈની એક હોટેલમાં સેલિબ્રેટ કરવામાં આવી હતી. એ પાર્ટીના રંગમાં ભંગ પાડવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પહોંચી ગઈ હતી. બર્થ-ડે પાર્ટીની થીમ જંગલ રાખવામાં આવી હતી અને એના માટે પાર્ટીના વેન્યુ પર મોટો ગેટ બનાવવામાં આવ્યો હતો. જોકે BMCએ એ ગેટ પર વાંધો ઉઠાવ્યો હતો. તેમનું માનવું છે કે આ ગેટ ફુટપાથ પર બન્યો છે. BMCએ અગાઉ હોટેલના સ્ટાફ અને ઇવેન્ટ ઑર્ગેનાઇઝર્સને એ ગેટ હટાવવા કહ્યું હતું, પરંતુ તેમણે આ વાત માની નહીં. છેવટે BMCના અધિકારીઓ હોટેલ પાસે ટ્રક લઈને પહોંચી ગયા અને એ ગેટને તોડી પાડ્યો હતો. સાથે જ એ ગેટના ડેકોરેશનનો બધો સામાન પણ પોતાની સાથે લઈ ગયા. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એમાં દેખાય છે કે ઇવેન્ટ ઑર્ગેનાઇઝર્સ અને BMCના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થાય છે. એટલે ઝૈદ સ્થિતિને હાથમાં લેતાં BMCને ગેટ તોડવા માટે અને સામાન લઈ જવા માટે પરમિશન આપે છે જેથી દીકરાના બર્થ-ડેમાં વધારે કોઈ વિવાદ ન થાય.