Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રી શ્રી રવિશંકરના જીવનની મહત્ત્વની ઘટના પર બનશે ફિલ્મ

શ્રી શ્રી રવિશંકરના જીવનની મહત્ત્વની ઘટના પર બનશે ફિલ્મ

Published : 15 July, 2024 10:37 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલમ્બિયામાં બાવન વર્ષ ચાલેલા યુદ્ધનો તેઓ શાંતિપૂર્ણ ઉકેલ લાવ્યા હતા

શ્રી શ્રી રવિશંકર

શ્રી શ્રી રવિશંકર


શ્રી શ્રી રવિશંકર વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રસિદ્ધ છે. તેઓ સ્ટ્રેસ-ફ્રી અને હિંસામુક્ત સમાજ માટે કાર્યરત છે. તેમણે ૧૯૮૧માં ‘આર્ટ-ઑફ લિવિંગ’ સંસ્થાની સ્થાપના કરી હતી. ૪૩ વર્ષથી એના માધ્યમથી ૧૮૦ દેશોમાં વસતા લોકોનાં જીવનને તેમણે નવી દિશા ચીંધી છે. યોગના કાર્યક્રમ દ્વારા માનસિક શાંતિ અને સ્વસ્થ જીવન માટે તેઓ માર્ગદર્શન આપે છે.  તેઓ હંમેશાં શાંતિને પ્રોત્સાહન આપતા આવ્યા છે એથી તેમની લાઇફ પર હવે ફિલ્મ બનવાની છે. શાંતિના પક્ષધર અને માનવતાનાં કાર્યો કરનારા શ્રી શ્રી રવિશંકરની ફિલ્મ એ ઘટના પર પ્રકાશ પાડશે કે કઈ રીતે તેમણે કોલમ્બિયામાં બાવન વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો શસ્ત્રો ઉઠાવ્યા વગર અંત આણ્યો હતા. તેમની દરમ્યાનગીરીથી આ યુદ્ધનો અંત આવ્યો હતો જે ખરેખર પ્રશંસનીય છે. આ ફિલ્મ દ્વારા ‘એક વિશ્વ એક કુટુંબ’ની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવશે. આ થ્રિલર ફિલ્મનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં ઇન્ટરનૅશનલ ઍક્ટર્સનો પણ સમાવેશ કરવામાં આવશે. તાજેતરમાં વૉશિંગટન ડીસીમાં થયેલા વર્લ્ડ કલ્ચરલ ફેસ્ટિવલમાં એ ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. એ દરમ્યાન ૧૮૦ દેશોના લોકોએ હાજર રહીને એકતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK